નહાવા વિશેની આ વાતો તમે ક્યારેય નહીં વાંચી હોય

PC: getbalance.co.nz

આપણે સૌ રોજ નહાતા હોઈએ, પરંતુ નહાવાને લઈને આપણે ઝાઝી ગંભીરતાથી વિચારતા નથી હોતા. કારણ કે આપણે નહાવાને આપણા શરીરની સ્વચ્છતા અને આપણા રૂટિન સાથે જોડી દીધું છે. અથવા કેટલાક લોકો ફરી સાંજના સમયે એટલા માટે નહાતા હોય છે કે સાંજે નહાવાથી તેમનો દિવસભરનો થાક ઉતરી જાય છે.

પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં સ્નાનને લઈને રસપ્રદ જાણકારી આપવામાં આવી છે અને સ્નાનનું ઘણું મહત્ત્વ પણ દર્શાવાયું છે. આયુર્વેદ તો સ્નાનને એક થેરાપી કે યોગિક ક્રિયા તરીકે વર્ણવે છે, જેની તમારા મન પર અત્યંત સકારાત્મક અસરો થાય છે.

આયુર્વેદ તો ત્યાં સુધી કહે છે કે અઠવાડિયામાં એકાદ વખત નહાવાના પાણીમાં ચંદન, દૂધ, મોગરો અને આંબળા પણ નાંખો, જેથી એ બધામાં રહેલા ગુણકારી તત્ત્વો અને તેમની સુગંધ તમારા મન અને શરીર બંને માટે લાભકારી રહેશે.

સાથે જ આયુર્વેદ તમને સલાહ આપે છે કે ક્યારેય ઉતાવળમાં ન નહાવું જોઈએ. નહાતી વખતે શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સધાતું હોય છે. આવા સમયે વ્યક્તિ તેની જાત સાથે શ્રેષ્ઠ સમય માણતો હોય છે.

આ તો ઠીક નહાવાના પાણીના તાપમાન અને નહાવાની રીત વિશે પણ આયુર્વેદમાં છણાવટ કરવામાં આવી છે. કહેવાયું છે કે સ્નાનની શરૂઆત નાભીની નીચેના અંગોને સાફ કરવાથી કરવી. જેમાં પાણીનું તાપમાન વધુ રહે એ સારું છે. તો ત્યાર પછી શરીરનો મધ્ય ભાગ સાફ કરવો, જ્યાં પાણી સહેજ જ ગરમ હશે તો ચાલશે અને છેલ્લે ચહેરા અને માથાનો ભાગ ધોવો, જેમાં પાણી હૂંફાળું જ હોવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp