પ્રેગ્નેન્સીમાં ફાયદાકારક આદુ, ઉલ્ટી થી લઇને વિકનેસ જેવી મુશ્કેલીઓ રહેશે દૂર

PC: medicalnewstoday.com

ભારતીય રસોઇમાં લગભગ દરેક શાકમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાંજ, આદુ વાળી ચા સ્વાદની સાથે શરદી-તાવથી પણ બચાવશે. એમાં મળેલ ઔષધીય ગુણ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે પણ ઘણા ફાયદાકારક છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને સવારે ઉઠતા જ કમજોરીનો અહેસાસ થાય છે, એવી મહિલાઓએ પોતાની ડાયટમાં આદુ જરુર શામિલ કરવુ જોઇએ. ફક્ત વિકનેસ જ નહી, પરંતુ એ ઇમ્યૂની સિસ્ટમને બૂસ્ટ કરવા માટે સૌથી સારુ અને સસ્તો ઉપાય છે.

પ્રેગ્નેન્સી દરમિયાન આદુ ખાવાના ફાયદા

ઇમ્યૂની સિસ્ટમ કરે મજબૂત

પ્રેગ્નેન્સી માં મહિલાઓને ઇમ્યૂની સિસ્ટમ નબળી પડી જાય છે. એવામાં શરદી, તાવ , ખાંસી, ગળુ ખરાબ જેવુ ઇન્ફેક્શન જેવી મુશ્કેલીઓ જલ્દી ઘેરી લેતી હોય છે. તેમના માટે આદુ રામબાળ ઔષધી છે જો મા અને બાળકો બંન્ને માટે ફાયદાકારક છે.

દર્દથી રાહત

આદુમાં એન્ટી-ઇફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે દુખાવો ઓછો કરે છે સાથે જ નાડી સંબંધી બીમારીઓના ઇલાજમાં સહાયક છે.

ઉલ્ટીમાં ફાયદાકારક

આ દરમ્યાન ઘણી બધી મહિલાઓને ઉલટીની સમસ્યા હોય છે એવામાં તેમના માટે આદુ ફાયદાકારક છે.

સાંધાના દુખાવામાં બચાવશે

સાંધાના દુખાવા જેવી મુશ્કેલીઓ થી પણ આદુ બચાવી શકે છે શિયાળામાં તેનુ સેવન જરુર કરવુ જોઇએ. તેનાથી પેટમાં વિકસી રહેલ બાળકના હાડકા મજબૂત થાય છે.

અપચાની સમસ્યા

જો ગર્ભાવસ્થા માં તેમને અપચાની સમસ્યા છે તો આદુનુ સેવન કરો. તેનાથી તમારી પાચન ક્રિયા સારી થશે અને પેટ ખરાબ થવાની સમસ્યાથી બચી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp