મહિનામાં 3 વાર ઉપવાસ કરવાના ફાયદા

PC: sciencemag.org

વ્રતનો આપણા પાચન તંત્ર પર સકારાત્મક પ્રભાવ પડે છે. મહિનામાં ઓછામાં ઓછા 3 વાર ઉપવાસ કરવાથી આપણી પાચનક્રિયામાં મુશ્કેલી નથી આવતી. વ્રત દરમિયાન આપણા પેટ અને લીવરને પણ આરામ મળે છે. યાદશક્તિ વધારવા માટે ઉપવાસ કારગર ઉપાય છે. જો તમે અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખશો તો તમારી વિચારવાની શક્તિ વધી જશે. આનાથી મગજમાં બ્રેઇન ડિરાઇવ્ડ ન્યૂરોટ્રોફિક ફેક્ટર(BDNF) નામનું પ્રોટીન પણ વધે છે. આ પ્રોટીન આપણી મગજની કાર્યશૈલીને નિયંત્રિત કરે છે. ઉપવાસ રાખવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. વ્રત કરવાથી શરીરમાં ફેટ પણ ઓછું થાય છે અને વજન પણ ઓછું થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.