આ રીતે ભગાવો કોલેસ્ટ્રોલને

PC: morejuicepress.com

આજે આપણા દેશમાં દસ લાખથી વધુ લોકો રક્તચાપ કે કોલેસ્ટ્રોલની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. આ બીમારીઓને મોટાભાગના લોકો અત્યંત હળવાશથી લે છે, પરંતુ આ બીમારીઓ આગળ જતા હ્રદયને ઘણું મોટું નુકસાન પહોંચાડે છે. કેટલાક કિસ્સામાં તો હ્રદય એકાએક બંધ થઈ જવા પાછળ માત્ર આ બીમારીઓ જ જવાબદાર હોય છે. તમને જણાવી દઈએ કે કોલેસ્ટ્રોલ અને રક્તચાપમાં ટામેટાનું જ્યુસ અત્યંત લાભદાયી માનવામાં આવે છે, જેનાથી દિવસોમાં તમને ફરક જણાશે. તો ચાલો નજર કરીએ ટામેટાનું જ્યુસ બીજી કઈ કઈ રીતે પણ આપણને લાભદાયી થઈ રહે છે.

ટામેટામાં રહેલું ક્લોરોજેનિક એસિડ રક્તચાપની સામે રામબાણ છે. તો સંશોધનોમાં એમ પણ જાણવા મળ્યું છે કે મીઠું અથવા અન્ય કોઈ પદાર્થ નાંખ્યા વિનાનો ટામેટાનો રસ પીવો અનેક રીતે લાભદાયી છે. એનાથી લોહીનું પરિભ્રમણ પણ સરખું થાય છે. અઠવાડિયામાં બે-ત્રણ વખત આ રીતે એક ગ્લાસ ટામેટાનો રસ પીશો તો શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ જમા નહીં થાય અને તમારું હ્રદય પણ તેના લીધે સ્વસ્થ રહેશે.

આ ઉપરાંત ટામેટામાં રહેલા કેટલાક ઉપયોગી પોષક તત્ત્વોને કારણે તમારી સ્કિન પર પણ તેની પોઝિટિવ અસર થશે અને તમારી સ્કિન ગ્લો કરતી થઈ જશે. આથી જ એક્સપર્ટસ સલાહ આપે છે કે જો તમે ટામેટાનો રસ નિયમિત ન પી શકતા હો તો કચુંબરમાં ટામેટું ખાવાનું રાખો. પરંતુ સાથે એ યાદ રાખવું કે સલાડમાં મીઠું કે અન્ય મસાલો ન ભળે. નહીંતર ટામેટાના ગુણમાં ઘટાડો થઈ જશે અને તમે તેના લાભોથી વંચિત રહેશો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp