સનટેનથી બચવું હોય તો અપનાવો આ ઉપાય

PC: amarujala.com

આમ તો એક સામાન્ય સમસ્યા છે પરંતુ જો તમે તેની પર ધ્યાન આપશો નહીં તો ધીરે ધીરે તે ગંભીર રૂપ લઈ શકે છે. ટેનિંગથી ત્વચાનો રંગ ડાર્ક થવા લાગે છે. સુરજના અલ્ટ્રાવાયોલેટ બી અને અલ્ટ્રાવાયોલેટ એ કિરણો ત્વચાની નમી ચુરાવી છે. જેનાથઈ આપણી ત્વચાનો કલર ડાર્ક થવા લાગે છે. જો વધાકે સમય સુધી તમે તડકામાં રહો છો તો તમારી ત્વચા જલદીથી મેલાનિનું નિર્માણ શરૂ કરી દી છે. આ ત્વચાની સ્વ-પ્રતિરોધક પ્રણાલી છે જેનાથી ત્વચાની ઉપરનું લેયર પ્રભાવિત થાય છે અને ત્વચા કાળી પડવા લાગે છે. આવું થતું અટકાવવા માટે બહાર જતા પહેલા સનસ્ક્રીન લગાડીને નીકળવું સલાહભર્યું  છે અને તે સિવાય પણ ઘણા એવા ઉપાયો છે જેને ઉપયોગમાં લઈને તમે સનટેનથઈ બચી શકો છો.

સન પ્રોટેક્શનવાળા કપડાં

સુર્યના કિરણોથી બચવા માટે જેટલા કપડાં મદદગાર છે તેટલું સનસ્ક્રીન મદદ કરતું નથી. આવા સમયે કોટન મટિરીયલ ઘણું મદદગાર સાબિત થાય છે. આ સિવાય તમને આ મટિરીયલમાં ગરમી પણ ઓછી લાગશે. જીંક ઓક્સાઈડ અથવા ટિટેનીયમ ડાયોકસાઈડ જેવા સનબ્લોક ઓપેક મટિરીયલ અપારદર્શી હોવાને લીધે તમારી ત્વચા પર સુરક્ષા કવચ ચઢાવી દે છે.

સનસ્ક્રીન લગાવો

સનસ્ક્રીન લગાડ્યા વગર ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. ધ્યાન રાખો કે બહાર નીકળવાના 15 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાડવું જોઈએ. એસપીએફ ફેક્ટરની પસંદગી તમારા તડકામાં બહાર રહેવાના કલાક પર નિર્ભર રહે છે. કોઈ સનસ્ક્રીન લગાડવાથી આપણને જે માત્રામાં યુવી કિરણોથી સુરક્ષા મળે છે, તેને જ સન પ્રોટેક્શન ફેક્ટર કહેવામાં આવે છે. માટે એસપીએફ વધારે માત્રામાં હોય તો તે લાંબા સમય સુધી તમારી ત્વચાને સુરક્ષિત રાખે છે.

મોઈશ્ચરાઈઝર પણ જરૂરી

ત્વચાની પ્રાકૃતિક કોમળતા બરકરાર રાખવા માટે તેને મોઈશ્ચરાઈઝ કરવાની જરૂર પડે છે. આજરાલ માર્કેટમાં ઘણા મોઈશ્ચરાઈઝર મળે છે, જેમાં એસપીએફ પણ હોય. છે. એવામાં તમે તમારા માટે મોઈશ્ચરાઈઝર વાળા સનસ્ક્રીન પસંદ કરી શકો છો. અથવા તો તમે ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવીને અલગથી પણ સનસ્ક્રીન લગાડી શકો છો.

એન્ટી ઓક્સિડન્ટ આહાર લો

પોતાના ખાવાનામાં વધારે રસવાળા ફ્રુટનો ઉમેરો કરવો જોઈએ. જેમાં બેરી, સંતરા, આમળા સિવાય ગ્રીન વેજીટેબલ્સને પણ ખાઈ શકો છો. આ બધામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોવાથી તે શરીરની અંદરથી સનસ્ક્રીન જેવું કામ કરે છે અને તમારી ત્વચાને સનટેનથી બચાવે છે.

ઘરમાં હોવ ત્યારે પણ સનસ્ક્રીન લગાડવું જોઈએ

ઘરની બહાર નીકળો ત્યારે તો સનસ્ક્રીન ભૂલ્યા લગર લાગડવાની સલાહ આપવામાં આવે છે પરંતુ એક્ષપર્ટનું માનવું છે કે ઘરની અંદર પણ સનસ્ક્રીન લગાડવું ફાયદાકાર છે કારણ કે આર્ટીફિશીયલ લાઈટ પણ તમારી ત્વચા પર અસર કરે છે. જેમાં થોડી ઘણી માત્રામાં રેડીએશન હોય છે.

   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp