સિક્સ પેક બનાવવાના ચક્કરમાં યુવાને ઘોડાનું ઇંજેક્શન લીધું, પછી શું થયું જાણો

PC: aajtak.in

બોડીને મજબુત બાંધાની કે સિક્સ પેક બનાવવાનું વિચારતા લોકો માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પશુ અને શ્વાનના ઇંજેકશન અને દવામાંથી સસ્તા ભાવે પ્રોટિન તૈયાર કરીને મોંઘા ભાવે વેચમાં આવતું હતું. જે ઇંદોરના એક યુવકે ખરીદ્યું હતું, પરંતુ તેની એવી આડઅસર ઉભી થઇ કે યુવાનનો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પોલીસે દુકાનદારની ધરપકડ કરી છે.

 મધ્ય પ્રદેશના ઇંદોરના એક યુવક માટે સિક્સ પેક એબ્સ બનાવવું મુશ્કેલ બની ગયું. જેમ જ તેણે પોતાનું શરીર બનાવવા માટે પ્રોટીન પાવડર અને ઈન્જેક્શન લેવાનું શરૂ કર્યું, તેની તબિયત બગડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. તેણે મસલ ગેનર પ્રોટીન પાઉડર, ઈન્જેક્શન સહિતની કેટલીક ગોળીઓ લીધી હતી, જે નકલી નીકળી હતી.

આ મામલે વિજય નગર પોલીસ સ્ટેશનમાં દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે.પીડિત જયસિંહે પોલીસને જણાવ્યું કે તેણે મોહિત પાહુજા પાસેથી માસ ગેનર પ્રોટીન પાઉડર, ઈન્જેક્શન અને કેટલીક ગોળીઓ ખરીદી હતી, જે નકલી નીકળી હતી. જેના કારણે તેને પેટમાં દુખાવો થતો હતો અને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા હતા. જયસિંહે એ સપ્લીમેન્ટ માટે મોહિતને તગડી રકમ આપી હતી. જયસિંહનું કહેવું છે કે તેને સારી પ્રોડક્ટના નામે નકલી સામાન આપવામાં આવ્યો હતો. જેને કારણે તેની તબિયત બગડી હતી.

આ સિવાય જયસિંહે જણાવ્યું કે તે વિજયનગરમાં રહેતો હતો. તે ગૌરી નગરમાં જિમમાં આવતો-જતો હતો. જેના કારણે તે મોહિતની દુકાન વિશે જાણતો હતો. જ્યારે તે અહીં ગયો ત્યારે તેને પ્રોટિન સાથે આવા પ્રતિબંધિત ઈંજેક્શન આપવા માટે છેતરવામાં આવ્યો હતો જે બજારમાં પ્રતિબંધિત છે.

પોલીસે મોહિત પાહૂજાની છેતરપિંડી સહિતની કલમો લગાવીને ધરપકડ કરી લીધી છે. પોલીસની પુછપરછમાં મોહિતે કહ્યું હતું કે, તે પશુઓ અને શ્વાનને લગાવવામાં આવતા ઇંજેકશન અને દવાઓમાંથી તે પ્રોટિન બનાવવાનું કામ કરતો હતો, જેને થોડા રૂપિયામાં તૈયાર કરીને મોંઘા ભાવે વેચતો હતો.

થોડા મહિનાઓ પહેલા, ઇન્દોરની MIG પોલીસે એજાઝ નામના 20 વર્ષના યુવકની ફરિયાદ પર જિમ ટ્રેનર સોનુ અને તેના ભાઈ રઈસ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેમાં એજાઝને મસલ્સ બનાવવાની સાથે સાથે વજન વધારવાના નામે ઇંજેકશન આપવામાં આવ્યા હતા. જેના કારણે ખરીદનારના પ્રાઈવેટ પાર્ટમાં સોજાની સાથે પગમાં પણ તકલીફ થઈ હતી. આ કેસમાં પોલીસે જીમમાં દરોડો પાડીને નકલી પ્રોટીન પાવડરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp