મોંના દુર્ગધથી જાણકારી મળશે કે તમને કેન્સર છે કે નહીં?

PC: cheatsheet.com

કેન્સર એક જીવલેણ બીમારી છે. આધુનિક જીવનશૈલીના પગેલ કેન્સરની ધાતક બીમારી લોકોમાં ઝડપથી ફેલાઇ રહી છે. જોકે શરૂઆતના સમયમાં કેન્સરની સારવાર ન કરવામાં આવે તો જેનું પરિણામ ખૂબ ગંભીર આવી શકે છે.

કેન્સરના વધતા કેસને ધ્યાનમાં રાખીને બ્રિટિશ વૈજ્ઞાનિકોએ બ્રેથલાઇજર નામનો એક ટેસ્ટ વિકસિત કર્યો છે. આ ટેસ્ટની મદદથી શરૂઆત સમયમાં જ કેન્સરની ઘાતક બીમારીની જાણકારી મળશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ટેસ્ટ ઘણાં લોકોના જીવનનું રક્ષણ કરશે.

બ્રેથલાઇજર ટેસ્ટનુ ક્લિનીકલ ટ્રાયલ લોન્ચ થઇ ચુક્યુ છે. આ સ્ટડીથી શોધકર્તા તે જાણવાની કોશિશ કરી રહ્યા છે કે બ્રેથ મોલિક્યૂલથી અલગ-અલગ પ્રકારના કેન્સર વિશે કેટલી જાણકારી મળી શકે છે.

U.Kની કેન્સર રિસર્ચ ટીમે 1500 લોકો પર આ ટેસ્ટના પરીક્ષણ પછી આ ટેસ્ટ લોન્ચ કર્યું છે. U.Kની કેન્સર રિસર્ચ ટીમના મેમ્બર ડોક્ટર ડેવિક ર્કોસબીએ જણાવ્યુ કે આ ટેસ્ટમાં ખૂબ ક્ષમતા છે. જો કેન્સરની માહિતી શરૂઆતના સમયમાં જ મળી જાય તો તેની સારવાર થઇ શકે છે. ઘણીવાર શરૂઆતના સમયમાં ટેસ્ટ કર્યા બાદ પણ કેન્સરની પુષ્ટિ નથી થઇ શકતી, કારણ કે આ બીમારીના લક્ષણ સામે આવતા નથી. એવામાં આ સસ્તુ ટેસ્ટને કર્યા બાદ બાયોસીપી કરાવવાની પણ જરૂર નહી પડે.

કેમ કામ કરે છે આ ટેસ્ટ

વાસ્તવમાં જ્યારે શરીરની કોશિકાઓમાં બાયોકેમિકલ રિએક્શન થાય છે તો તેના વોલેટાઇલ ઓર્ગેનિક કંપાઉન્ડ મોલેક્યુલ્સ નીકળે છે, પરંતુ જ્યારે કોઇને કેન્સર થાય છે ત્યારે શરીરની કોશિકાઓ અસામાન્ય પ્રકારની કામ કરે છે અને કોશિકાઓ અલગ રીતની મોલેક્યુલ્સ પ્રોડ્યૂસ કરે છે અને મોંમાંથી દુગર્ધ આવે છે. શોધકર્તાઓએ માહિતી આપી કે આ ટેસ્ટનો ઉદ્દેશ્ય શ્વાસની દુર્ગધની મદદથી અલગ-અલગ પ્રકારના કેન્સરની શોધ કરી શકે છે.

કેમ્બ્રિજની એક હોસ્ટિપલમાં થયેલા આ ટેસ્ટના ટ્રાયલમાં સ્ટડીમાં સામેલ તમામ દર્દીઓને 10 મિનિટ સુધી માસ્ક ડિવાઇસમાં શ્વાસ લેવાનું કહેવામાં આવ્યું હતું. જેથી શ્વાસમાં સામેલ મોલેક્યુલ્સ ડિવાઇસમાં જમા થાય છે. જે બાદ બેલોરેટરીમાં આ ડિવાઇસની તપાસ થાય છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના શોધકર્તા Billy Boyleએ પોતાની 36 વર્ષીય પત્નીના કોલોન કેન્સરથી મૃત્ય પામ્યા બાદ આ ટેસ્ટ વિકસરિત કર્યો હતો. તેમણે જણાવ્યુ, કેન્સરના કારણ પોતાની પત્નીને ગુમાવ્યા બાદ તેમણે અન્યની મદદ કરવા માટે આ ટેસ્ટને વિકસિત કર્યો, જેથી લોકો શરૂઆતના સમયમાં જ આ ગંભીર બીમારીની સારવાર લઇ શકે.

સ્ટજીના મુખ્ય લેખક Rebecca Fitzgerald,નુ કહેવાનુ છે કે બ્રેથ ટેસ્ટના જેમ આપણે એવી જ નવી ટેકનીત વિકસિત કરવાની જરૂર છે, જેથી સમય વધતા જ કેન્સરની જાણકારી મળવામાં મદદ મળશે અને લોકો પોતાની સારવાર મેળવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp