ઈરેક્ટાઈલ ડિસફંક્શનથી પીડાતા હો તો ટ્રાય કરો આ સેક્સ પોઝિશન

PC: app.goo.gl

સ્ટ્રેસ અને ભાગદોડભરી આજની જિંદગીમાં ઘણા પુરૂષો ઈરેક્ટાઈલ ડિસફંક્શનથી પીડાતા હોય છે, જેમાં તેમનું લિંગ સરખી રીતે ઉત્તેજિત નથી થતું. આવું થવા પાછળ સ્ટ્રેસની સાથોસાથ શરાબ અને તમાકુનું સેવન પણ એટલું જ જવાબદાર હોય છે. પરંતુ તમને જણાવી દઈ કે ઈરેક્ટાઈલ ડિસફંક્શનથી માણસના મન પર ઘણી ઘેરી અસરો થાય છે અને આ સમસ્યાથી પીડાતો પુરૂષ હતાશાનો પણ શિકાર બને છે.

આ માટે સૌથી મહત્ત્વની સલાહ તો એ જ કે જો તમને કોઈક વ્યસન હોય તો વ્યસન છોડવા માટે પુરતા પ્રયત્ન કરો તેમજ સાતથી આઠ કલાકની સરખી ઉંધ લો. અને જેઓ આના શિકાર થયા છે તેમના માટે સારા સમાચાર એ છે કે ડૉક્ટરની યોગ્ય સલાહ અને અમુક પ્રકારના ખોરાકથી તમે ઈરેક્ટાઈલ ડિસફંક્શનમાંથી બહાર આવી જ શકો છો અને યોગ્ય ઈરેક્શન દ્વારા તમારી સેક્સ લાઈફને એન્જોય કરી જ શકો છો.

પરંતુ ડિસફંક્શનના પિરિયડ દરમિયાન પણ તમે સેક્સ લાઈફ એન્જોય કરી જ શકો છો. આ માટે ઓરલ અને ફોરપ્લે તો છે જ, પરંતુ ઈન્ટરકોર્સ પણ તમે કરી શકો છો. આ માટે એક્સપર્ટ્સ સલાહ આપે છે કે ઈન્ટરકોર્સ માટે તમે ડોગી સ્ટાઈલ ટ્રાય કરી શકો છો, જેમાં તમારું લિંગ સરખી રીતે ઉત્તેજીત ન થયું હોય તો પણ તમે સારી રીતે ઈન્ટરકોર્સ કરી શકશો. યાદ રાખો કે ઈરેક્ટાઈલ ડિસફંક્શન અત્યંત ગંભીર બાબત છે આથી જો પુરૂષો એનો સામનો કરે તો તેમણે તરત ડૉક્ટર્સને કન્સલ્ટ કરવા જોઈએ. સાથે જે એ સમય દરમિયાન અન્ય કોઈ પણ વિચારો કર્યા વિના ઓરલ કે ફોરપ્લે ને એન્જોય કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp