6 ચમચી કરતા વધુ ખાંડ ખાધી તો થશે આ જીવલેણ બીમારીઓ શિકાર: WHOનો રિપોર્ટ

PC: thehindubusinessline.com

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ દુનિયાભરના તમામ દેશોમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરતા લોકોને ખાંડનો વપરાશ ઓછો કરવાની સલાહ આપી છે. જણાવી દઈએ કે, WHOના રિપોર્ટ અનુસાર, ભારતમાં 2020 સુધી આશરે 35 કરોડ લોકો ગંભીર બીમારીઓથી ગ્રસ્ત હશે. WHOએ ખાંડની સાથોસાથ મીઠું અને તેલ પણ ઓછું ખાવાની સલાહ આપી છે. ખાંડ, મીઠું અને તેલને જરૂરિયાત કરતા વધુ ખાવાથી આપણને ટાઈપ 2 ડાયાબિટીસ, મોટાપણું, હાઈપરટેન્શન, હાર્ટ એટેક અને કિડની સાથે સંકળાયેલી જીવલેણ બીમારીઓ થઈ શકે છે.

WHOના જણાવ્યા અનુસાર, એક વયસ્ક વ્યક્તિએ આખા દિવસમાં માત્ર 6 ચમચી જ ખાંડ ખાવી જોઈએ. આ ઉપરાંત, એક દિવસમાં માત્ર 1 ચમચી જ મીઠું અને 4 ચમચી જેટલું જ તેલ પોતાના આહારમાં ખાવું જોઈએ. પરંતુ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના રિપોર્ટમાં જે આંકડાઓ છે, તે ચિંતાજનક છે. કારણ કે, ભારતમાં એક વ્યક્તિ સરેરાશ દિવસભરમાં 16થી 20 ચમચી ખાંડ ખાય છે અને 2-3 ચમચી મીઠું અને આશકે 8 ચમચી તેલ પોતાના ભોજનમાં સામેલ કરે છે.

જણાવી દઈએ કે, ખાંડ માત્ર એ નથી જે આપણે ચા કે કોફીમાં અલગથી મિક્સ કરીને ખાઈએ છીએ. ખાંડ આપણા ખાન-પાનમાં સામેલ ફળ અને ભોજનમાં પહેલાથી જ હોય છે. સુગર ઘણા પ્રકારની હોય છે જેમ કે માલ્ટોઝ, ફ્રક્ટોઝ, સુક્રોઝ, ગેલેક્ટોઝ અને લેક્ટોઝ.

લેક્ટોઝ- દૂધ

ફ્રક્ટોઝ- ફળ, મધ, શાકભાજી

સુક્રોઝ- ખાંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp