દરરોજ યોગ અને લંચમાં માછલી, આવી રીતે પોતાને ફીટ રાખે છે સાંસદ નુસરત જહા

PC: instagram.com

થોડા સમય પહેલાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ટીએમસીમાંથી પશ્ચિમ બંગાળથી જીતેલા સાંસદ નુસરત જહા છેલ્લાં કેટલાક સમયથી અત્યંત ચર્ચામાં છે. તેમના કપડાંથી લઈ તેમના અંગત જીવન સુધી તેમના વિશે તરેહ તરેહના ન્યૂઝ આવતા રહે છે. પરંતુ શું તમને ખબર છે કે બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ એવા આ સાંસદનું ડેઈલી રૂટિન શું છે? તમને જણાવી દઈએ કે નુસરત જહા રોજ અડધો કલાક યોગ કરે છે અને પોતાના ડાયેટને લઈને પણ તેઓ અત્યંત સજાગ છે.

નુસરત જહા રોજ સવારે કસરતો કરે છે અને આ માટે તેઓ હંમેશાં ઘરના ગાર્ડનને પસંદ કરે છે. તેમને જિમમાં કે બંધ ઓરડામાં કસરત કરવાનું પસંદ નથી. તેમની ફેવરિટ કસરત રનિંગ છે. તો પોતાનું વજન મેઈનટેન કરવા માટે તેઓ કાર્ડિયો અને યોગ પ્રિફર કરે છે.

તેમના ડાયેટ વિશે વાત કરીએ તો તેઓ ગ્રીન ટીથી પોતાના દિવસની શરૂઆત કરે છે. તો બ્રેકફાસ્ટ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. તેમને વિવિધ બેરીઝ ખાવાનું અત્યંત ગમે છે કારણ કે તેમાં વધુ માત્રામાં એન્ટી ઑક્સિડેન્ટ્સ હોય છે. આ ઉપરાંત તેઓ સિઝનલ ફળો પણ ઘણા ખાય છે.

 

લંચમાં તેઓ થોડો ભાત, માછલી, કરી અને દહીં ખાવાનું તેઓ અત્યંત પસંદ કરે છે.આ ઉપરાંત નુસરત હંમેશાં ઓલિવ ઑઈલમાં તળેલો ખોરાક જ ખાય છે. સાંજના નાસ્તમાં તેઓ કંઈક હલકો ખોરાક જ જમે છે અને રાત્રે તેઓ બોઈલ્ડ ચીકન અને સૂપ પીવાનું પસંદ કરે છે. ફીટનેસના મામમે નુસરત અભિનેત્રી શિલ્પા શેટ્ટીને તેમનો આદર્શ માને છે. તેમનું માનવું છે કે શિલ્પા આ ઉંમરે પણ સૌથી ફીટ રહે છે એ નાની વાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp