26th January selfie contest
BazarBit

સેક્સ ન કરવાથી સર્જાય છે મેનોપોઝની સમસ્યા, સંશોધનમાં ખુલાસો

PC: youtube.com

જે મહિલાઓ વધુ સંભોગ કરે છે, તેમનામાં પીરિયડ્સ બંધ થવાની સંભાવના ઓછી હોય છે. અઠવાડિયામાં એકવાર સેક્સ કરનારી મહિલાઓમાં પીરિયડ્સ (મેનોપોઝ)ની સંભાવના મહિનામાં એકવાર સંભોગ કરનારી મહિલાઓ કરતા 28 ટકા ઓછી હોય છે. એક સંશોધનમાં આ જાણકારી મળી છે. સંશોધકોનું કહેવું છે કે, સંભોગના ભૌતિક સંકેત શરીરને સંકેત આપી શકે છે કે, ગર્ભવતી થવાની સંભાવના છે.

સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, જે મહિલાઓ મિડ લાઈફ (35 તેમજ તેના કરતા વધુ ઉંમર)માં વારંવાર સેક્સ નથી કરતી, તેમનામાં જલ્દી મેનોપોઝ જોવા મળે છે. એટલે કે કોઈ મહિલા શારીરિક સંબંધ નથી બનાવી રહી અને ગર્ભધારણની તક નથી, તો શરીર અંડોત્સર્હ (ઓવ્યૂલેશન) બંધ કરી દે છે, કારણ કે તે વ્યર્થ હશે. સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અંડોત્સર્ગ દરમિયાન મહિલાની પ્રતિરક્ષા ક્ષમતા બગડી જાય છે, જેને કારણે શરીરમાં બીમારી થવાની સંભાવના વધી જાય છે.

આ સંશોધનમાં મહિલાઓને છેલ્લાં 6 મહિનામાં તેમણે પોતાના સાથી સાથે કેટલીવાર સેક્સ કર્યું છે કે નથી કર્યું. આ ઉપરાંત, છેલ્લાં 6 મહિના દરમિયાન કામોત્તેજના સાથે જોડાયેલા અન્ય સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. જેમાં મુખ મૈથુન, યૌન સ્પર્શ અને આત્મ-ઉત્તેજના અથવા હસ્તમૈથુન વિશે પણ વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી. જણાવી દઈએ કે, મેનોપોઝ એ સ્થિતિને કહેવામાં આવે છે, જ્યારે મહિલાઓમાં માસિક ધર્મ ચક્ર બંધ થઈ જાય છે. અસલમાં તેને પ્રજનન ક્ષમતાનો અંત માનવામાં આવે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp