નાચતા-ગાતા અને બેસતા જેનો કેમ થઈ રહ્યા છે હાર્ટ ફેલ? કાર્ડિએક અરેસ્ટ અને હાર્ટ..

PC: hindustantimes.com

સિકંદરાબાદના લાલપેટમાં ઈન્દોર સ્ટેડિયમમાં બેડમિન્ટન રમતા હાર્ટ એટેક ફેલ થવાથી 38 વર્ષીય વ્યક્તિનું મોત થઈ ગયું. થોડા દિવસ અગાઉ હૈદરાબાદના એક લગ્નમાં વરરાજાને પીઠી લગાવતા તેલંગાણામાં પણ એક યુવકની ડાન્સ કરતા કરતા હાર્ટ ફેલ થતા મોત થઈ ગયું, લોકો તેને હાર્ટ એટેક કહી રહ્યા છે, પરંતુ હકીકતમાં એ કાર્ડિએક અરેસ્ટ છે. કોઈ પણ લક્ષણ વિના કાર્ડિએક અરેસ્ટ જ આવે છે. હાર્ટ એટેક કે કાર્ડિએક અરેસ્ટમાં ખૂબ અંતર છે. તેની પાછળ હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ કે લો બ્લડ પ્રેશર જ જવાબદાર છે, પરંતુ ઘણી બીમારીઓ સાથે નાનકડી ચૂક પણ જીવ જવા માટે જવાબદાર હોય છે.

શું હોય છે કાર્ડિએક અરેસ્ટ:

કાર્ડિએક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં અંતર છે. હાર્ટ એટેકમાં હાર્ટ સુધી લોહી પહોંચાતું નથી એટલે એટેક આવે છે, પરંતુ કાર્ડિએક અરેસ્ટમાં આચનકથી હાર્ટ જ કામ કરવાનું બંધ કરી દે છે, પરંતુ કાર્ડિએક અરેસ્ટમાં અચાનક હાર્ટ જ કામ કરવાનું બંધ કરી દે છે.

શું છે કાર્ડિએક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં અંતર?

તેમાં હાર્ટ એટેક એટલે કે હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે આર્ટિરીઝમાં બ્લડમાં ફ્લો રોકાઈ જાય છે કે સમાપ્ત થઈ જાય છે અને ઓક્સિજનની કમીથી હાર્ટનો એ ભાગ મરવા લાગે છે. એવી સ્થિતિમાં વ્યક્તિ સાથે કંઈ પણ થઈ શકે છે.

કાર્ડિએક અરેસ્ટના લક્ષણ:

કાર્ડિએક અરેસ્ટનું લક્ષણ અકેદમ નજરે પડતું નથી, એ અચાનક જ આવે છે. દર્દી પડવાનું કારણ કાર્ડિએક અરેસ્ટ જ છે. એ જાણવાની ઘણી રીત છે. દર્દી પડતા જ તેની પીઠ અને ખભાને થાપથપાવ્યા બાદ પણ કોઈ રીએક્શન મળતું નથી. દર્દીનું હૃદયના ધબકારા અચાનકથી ખૂબ તેજ થઈ જાય છે અને તેઓ નોર્મલ રીતે શ્વાસ લઈ શકતા નથી. પલ્સ અને બ્લડ પ્રેશર બંધ થઈ જાય છે. એવામાં મન અને શરીર બાકી હિસ્સામાં બ્લડ પહોંચી શકતું નથી.

કાર્ડિએક અરેસ્ટ વધારે ખતરનાક હોય છે કેમ કે, તેના કોઈ પણ સંકેત પહેલા મળતા નથી જ્યારે હાર્ટ એટેકના સંકેત 48થી લઈને 24 કલાક પહેલા મળવા માગે છે અને દર્દીને સંભાળવાનો અને જીવ બચાવવાનો ચાંસ મળી જાય છે જ્યારે કાર્ડિએક અરેસ્ટમાં આ ચાંસ મળતો નથી. હાર્ટ એટેકથી વધારે જીવ કાર્ડિએકથી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp