ડેન્ડ્રફ દૂર કરવાના કેટલાક આસાન ઉપાયો

PC: huffpost.com

શિયાળાની શરૂઆત થતા જ લોકોના વાળમાં ડેન્ડ્રફની મુશ્કેલી શરૂ થઈ જતી હોય છે. શિયાળામાં વાળની સ્કીન ડ્રાય થઈ જતી હોવાને લીધે ડેન્ડ્રફનો પ્રોબ્લેમ ઉદ્દભવતો હોય છે. જેને લીધે માથામાં ખંજવાળ પણ આવે છે અને પિંપલની પણ સમસ્યા ઉદ્દભવે છે. તો ચાલો ઘરમાં ઉપલબ્ધ હોય તેવી જ સામગ્રીઓનો ઉપયોગ કરી તેને દૂર કરીએ.

  1. 1 કપ દહીંમાં 2 ચમચી મરી પાવડરને મિક્સ કરી તેને વાળમાં લગાડી દો. એક કલાક બાદ તેને હૂંફાળા પાણીથી શેમ્પૂ કરી ધોઈ નાખો.
  2. 2 મોટી ચમચી વિનેગર લઈ તેને ગરમ કરો. તેમાં એક અડધો કપ પાણી નાખી મિક્સ કરી વાળમાં તેલની જેમ લગાડી સમાજ કરો. 15 મિનિટ પછી વાળને શેમ્પૂથી ધોઈ નાખો.
  3. જરૂર પ્રમાણેનું નારિયેળ તેલ લઈ તેમાં એક લીંબુનો રસ મિક્સ કરી વાળમાં મસાજ કરો. એક કલાક પછી તેને ધોઈ નાખો.
  4. રાત્રે હૂંફાળા ગરમ કરેલા ઓલિવ ઓઈલથી માથાનો મસાજ કરવાથી પણ આ સમસ્યામાંથી રાહત મળે છે.
  5. અઠવાડિયામાં 3-4 દિવસ શેમ્પૂમાં એક નાનકડી ચમચી બેકિંગ સોડા નાખી હલાવી વાળ ધોવા જોઈએ. તેનાથી પણ ડેન્ડ્રફમાં રાહત મળે છે.
  6. પાણીમાં કડવા લીમડાના પાંદડા નાખી તેને ગરમ કરી લો. પછી આ પાણીથી માથું ધોઈ નાખો. કડવો લીમડો ઘણા બધા રોગો દૂર કરવામાં સહાયક બને છે.
  7. લસણની 15-20 કળીઓમાં થોડું પાણી નાખી ગ્રાઈન્ડ કરી લો. પછી તેમાં મધ ઉમેરી મિક્સ કરી વાળમાં લગાડો. એક કલાક બાદ ધોઈ નાખો.
  8. તલના તેલમાં એક નાનકડી ચમચી આદુંનો રસ ઉમેરી તેને વાળમાં લગાડી દો. લગાડ્યા બાદ મસાજ કરો. મસાજ કર્યાના અડધો કલાક પછી શેમ્પૂ કરી માથું ધોઈ નાખવું.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp