કાંદાના રસથી પણ વધારી શકાય છે વાળ

PC: foodsng.com

કાંદા વાળના ઈલાજ માટેનું સૌથી વધુ અસરકારક ઉપાય છે. સામાન્યત: લોકો તેની ગંધ અને તેને કાપતી વખતે આંખમાંથી આંસુ આવે છે તેના કારણે પસંદ કરતા નથી. પરંતુ અમુક સંજોગોમાં કાંદા ખૂબ જ અસરકારક છે. પરંતુ શું તમે જાણો છો કે કાંદા વાળની જુદી જુદી સમસ્યાઓ માટેનું રામબાણ ઈલાજ છે.

તો આજે દાદીમાએ આપેલા નુસખામાં આજે આપણે જાણીશું કાંદા અને વાળની સમસ્યા વચ્ચેની મિત્રતા.

કાંદામાં રહેલું સલ્ફર વાળોના મૂળને પોષણ આપે છે. તેથી જ ઘણાં બધા લોકો વાળની લંબાઈ વધારવા માટે કાંદાના રસનો ઉપયોગ કરે છે. કાંદામાં રહેલા એન્ટી-બેક્ટેરીયલ ગુણના કારણે આનો રસ વાળમાં લગાવવાથી વાળને ખરતા અટકાવે અને માથાના સંક્રમણ વગેરે દૂર કરવામાં મદદ મળે છે. આ ઘરેલું ઉપાય વાળોને ચમકદાર અને મજબુત બનાવવામાં ઘણું ઉપયોગી છે. જો તમે પણ તમારાં વાળોને સ્વસ્થ, ચમકદાર અને લાંબા રાખવા ઈચ્છતા હોય તો તમારાં ઘરમાં રહેલા કાંદાને તમે હેયર પેક બનાવો. પરંતુ આ કાંદાના રસનો ઉપયોગ કેમ કરવો એ તો દાદીમાએ જણાવ્યું છે તેમ કરવો.

કાંદાનો રસ

કાંદાનો રસ કાઢીને તેને તમારાં માથાની ત્વચા પર ૨૦ થી ૨૫ મીનીટ સુધી રહેવા દો. સાથે જ માથા પર ટુવાલ લપેટી લેવો જેનાથી બાકીના વાળો પણ આ રસને શોષી લે. ત્યાર બાદ શેમ્પૂથી વાળને વ્યવસ્થિત રીતે ધોઈ નાખો.

કાંદાનો રસ અને બીયર

બીયરથી વાળોને પ્રાકૃતિક સુંદરતા મળે છે. કાંદાના રસને બિયરની સાથે મિક્ષ કરીને વાળમાં લગાવવાથી તમારાં વાળ ઝડપથી વધે છે તેમજ વાળ કન્ડીશનલ પણ થઇ જાય છે.વાળ વધારવા માટે આ ઉપાય અઠવાડિયામાં બે વાર અજમાવો.

કાંદા અને નારિયેળનું તેલ

નારિયેળના તેલની સાથે કાંદાનો રસ મિક્ષ કરીને માથામાં લગાવવાથી વાળનો વિકાસ ઝડપથી થાય છે. કાંદાના રસને નારિયેળના તેલ સાથે મિક્ષ કરી તેને વાળોમાં મસાજ કરો. ત્યાર બાદ એક ટુવાલમાં વાળને લપેટી બાંધી લો. આ ઉપાયથી તમારાં વાળની આસપાસની મૃત ત્વચાની કોશિકાઓને દૂર કરે છે. જેનાથી નવી અને તાજી ત્વચા વાળનો વિકાસ કરે છે.

કાંદા અને મધ

વાળના વિકાસ માટે આ એક પ્રભાવશાળી ઉપાય છે. આ પેક બનાવવા માટે કાંદાની પેસ્ટ બનાવી તેમાં થોડા ટીપા મધના નાખો. આ પેસ્ટને માથાના જે ભાગમાં વાળ ઓછાં તે ભાગમાં લગાવો.

કાંદા અને લીંબુનો રસ

કાંદાનો રસ અને લીંબુનો રસ આ બંનેને એક સાથે ઉપયોગ કરવાથી ખરતા વાળ અટકે છે. અને વાળ તૂટવાના પ્રશ્નો પણ હલ થઇ જાય છે. લીંબુનો રસ વાળમાં થતો ખોડો અટકાવામાં મદદ કરે છે.

કાંદાનો રસ અને ઈંડાની સફેદી

એ વાત તો બધા જ જાણે છે કે ઈંડા વાળ માટે ખૂબ જ લાભદાયી છે. વાળ લાંબા રાખવાની ઈચ્છા ધરાવતા લોકો માટે ઈંડાની સફેદી અને કાંદાનો રસની પેસ્ટ ઘણી હિતાવહ છે. આ પેકને તમારાં વાળની અંદર ૨૦ થી ૨૫ મીનીટ સુધી રહેવા ડો અને ત્યાર બાદ તેને ધોઈ નાખો.

આમ વાળ માટેના આ બધા ઉપચારો ઘણાં લાભદાયી છે પરંતુ એક સમયે ફક્ત એક જ ઉપચાર અજમાવવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp