શારીરિક સંબંધ બનાવતી વખતે ફેલાઈ શકે છે HPV, જાણો તેનાથી બચવાના ઉપાયો

PC: khabarchhe.com

હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV એક ખૂબ જ ખતરનાક વાયરસ છે. આ વાયરસ શરીરમાં ખૂબ જ જલ્દી પહોંચે છે અને ત્યારબાદ શરીરમાં કોઈ ખાસ લક્ષણ નથી દેખાતા. આથી, આ વાયરસથી સંક્રમણની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ વાયરસ શારીરિક સંપર્કના માધ્યમથી ફેલાય છે. ઓછાંમાં ઓછાં 80 ટકા યૌન સક્રિય મહિલાઓ અને પુરુષો પોતાના જીવનકાળમાં આ વાયરસનો સામનો કરશે. આ વાતની પુષ્ટિ યુકે પબ્લિક હેલ્થ સર્વિસ, એનએચએસ અને અમેરિકી એસોસિએશન ઓફ સેક્સુઅલ હેલ્થ કરે છે. આથી, એ જાણવુ જરૂરી છે કે માનવ વાયરસના સંક્રમણને કઈ રીતે રોકી શકાય. હ્યુમન પેપિલોમા વાયરસ માનવ વાયરસના સંક્રમણને કઈ રીતે અટકાવી શકાય. હ્યુમન પેપિલોમા વાયરસ શારીરિક સંબંધ બનાવવા દરમિયાન અને ઓરલ સેક્સ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આ ઉપરાંત, જો સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ ના કરવામાં આવે તો પણ આ વાયરસ ફેલાઈ શકે છે.

ડૉક્ટર HPV સંક્રમણને રોકવા માટે કોન્ડોમના ઉપયોગની સલાહ આપે છે. જો બંનેમાંથી કોઈપણ સાથીના પ્રાઈવેટ પાર્ટ્સ પર દાણા થઈ જાય, તો તેમણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને સમસ્યા દૂર થવા સુધી એટલે કે સંપૂર્ણ સાજા થવા સુધી સેક્સ કરવાથી બચવું જોઈએ. વધુ પડતા ધૂમ્રપાન અને દારૂને છોડવું કે પછી તેને સીમિત કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ રીતે કરો બચાવ

જો તમે હ્યુમન પેપિલોમા વાયરસના સંક્રમણથી પીડિત છો, તો તેની કોઈ પાક્કી સારવાર નથી. પરંતુ, આ વાયસના લક્ષણો વિશે જાણીને તેના પર કાબૂ મેળવી શકાય છે. HPVથી બચાવ માટે એક કરતા વધુ વ્યક્તિઓ સાથે યૌન સંબંધ બનાવવાથી બચવુ જોઈએ. આવુ કરવાથી આ વાયરસથી સંક્રમિત થવાથી બચવું સરળ બની જાય છે.

HPV સંક્રમણ બાદ મહિલાઓમાં પણ સર્વાઈકલ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. જો ગર્ભાશયમાં કંઈક અસામાન્ય કોશિકાઓ બની જાય, તો તેની સારવાર કરી શકાય છે. સાથે જ વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, મહિલાઓએ સમય રહેતા જ વિશેષજ્ઞોની સલાહથી કેટલાક ટેસ્ટ કરાવવાની જરૂર હોય છે. એક રિપોર્ટ અનુસાર, મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના વધુ મામલા HPVના કારણે જ થાય છે.

HPV વાયરસના સંક્રમણથી વધુ નુકસાન નથી થતું અને સમય સાથે આ વાયરસની અસર દૂર થઈ જાય છે. સાથે જ જો જનનાંગોમાં ટ્યૂમર હોય તો તેની સારવાર કરીને તેને દૂર કરવું સંભવ છે.

HPV સંક્રમણથી શરીરમાં અન્ય કેન્સર વિકસિત થવાનું જોખમ પણ વધી જાય છે. તેમા ગળાનું કેન્સર અને પુરુષ જનનાંગ કેન્સર સામેલ છે. ઘણા મામલાઓ પરથી જાણકારી મળે છે કે, જો આ વાયરસના સંક્રમણના લક્ષણોને સમય રહેતા ના સમજવામાં આવે તો તે કેન્સરનું કારણ બની શકે છે. આ વાયરસથી બચાવ માટે યુવા વયસ્કો માટે એક વેક્સિન ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp