શું ભોજન બાદ ચા પીવી યોગ્ય છે?

PC: wordpress.com

પોષ્ટિક ભોજન યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવાથી સ્વસ્થ્ય જળવાઈ રહે છે. ભોજન કરવા પહેલા કેટલીક સારી આદતો હોવી જરૂરી છે. એ જ રીતે ભોજન બાદ પણ કેટલીક વસ્તુઓનુ ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. કારણ કે ભોજન બાદ કેટલીક વસ્તુઓ શરીરને નુકશાન પહોંચાડી શકે છે. એવી જ એક આદત છે. ભોજન બાદ ચા પીવાની. કેટલાક લોકોને ભોજન બાદ તરત ચા પીવાની આદત હોય છે.

જમ્યા બાદ ચા પીવાની ભારતીયોની આદતમાં શામેલ છે. પણ આ રીત યોગ્ય નથી. કેટલાક લોકો કહે છે કે ભોજન બાદ તરત ચા પીવાની આદત છે. મોટાભાગે શિયાળાના સમયમાં હંમેશાં જમ્યા બાદ ચાની જરૂર પડે છે. પણ જમ્યા બાદ ચા પીવાની આદત તમારા શરીર માટે નુકશાનકારક છે. કારણ કે ચા પત્તીમાં તેજાબી ગુણો હોય છે. અને જ્યારે ભોજનના પ્રોટીન સાથે મળે તો પ્રોટીન કડક થઇ જાય છે. જેનાથી આપણી પાચનપ્રણાલીને મુશ્કેલી થાય છે અને વધારે મહેનત કરવી પડે છે. માટે ચાનુ સેવન જમ્યા બાદ કરવું જોઈએ નહીં.

તે સિવાય ચામાં કેફીન પ્રદાર્થ હોય છે. જે બ્લડપ્રેશર વધારે છે. સાથે કેફીનનું પ્રમાણ શરીરમાં કોર્ટીસોલ એટલે કે સ્ટીરોઈડ હોર્મોન્સને વધારે છે. જેથી શરીરે કેટલીક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમ કે હદય સંબંધિત સમસ્યા, ડાયાબિટીસ અને વજન વધવું એ મુખ્ય સમસ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચામાં 'પોલિફેનોલ્સ' અને 'ટેનિન્સ' જેવા તત્ત્વો હોય છે. આ તત્ત્વો શરીરમાં ભોજનથી આયર્નને શોખવા દેતા નથી. ખાસ કરીને જે મહિલાઓમાં આયર્ન અને કેલ્સિયમની અછત હોય તેમણે જમ્યા બાદ ચા પીવાનું ટાળવું જોઇએ. જો તમે ચા કે કોફી પીધા વગર ન રહી શકો તો જમ્યાના એક કલાક બાદ ચા પીવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp