26th January selfie contest

પીરિયડ્સ પહેલા બ્રેસ્ટ પેઇનનું કારણ શું છે? ક્યારે ડૉક્ટરની પાસે જવું જોઈએ?

PC: compstudio.in

છોકરીઓને પહેલા પીરિયડ્સ બાદ એ જરૂર જણાવવામાં આવે છે કે, આગળથી પોતાની પીરિયડ્સની ડેટને યાદ રાખે અને દર મહિને પોતાને તેના માટે તૈયાર રાખે. ભાગદોડભર્યા જીવનમાં બધુ જ યાદ રાખવુ થોડું મુશ્કેલ છે. આથી, મોટાભાગે મહિલાઓ/છોકરીઓ પીરિયડ્સની ડેટ યાદ રાખવા માટે ફોન અથવા લેપટોપના રિમાઈન્ડરનો સહારો લે છે. જ્યારે, ઘણી મહિલાઓ/છોકરીઓ એવી પણ છે, જેમને ફોન અથવા લેપટોપના રિમાઇન્ડરની જરૂર નથી પડતી. PMSના લક્ષણ તેમને ઘણા દિવસો પહેલાથી જ પીરિયડ્સ આવવાના છે, તે અહેસાસ અપાવા માંડે છે. પીરિયડ્સ પહેલા થનારું બ્રેસ્ટ પેઇન, PMSનું એક લક્ષણ છે. અહીં અમે હળવા દુઃખાવાની વાત નથી કરી રહ્યા, પરંતુ એવા દુઃખાવાની વાત કરી રહ્યા છીએ જે ભૂલવા ના દે કે પીરિયડ્સ આવવાના છે.

પીરિયડ્સ પહેલા શા માટે થાય છે બ્રેસ્ટ પેઇન?

સીકે બિરલા હોસ્પિટલના સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને ઓબ્સ્ટટ્રિશન ડૉ. અરૂણા કાલરાએ જણાવ્યું કે, પીરિયડ્સના કારણે મહિલાઓના હોર્મોનમાં બદલાવ આવે છે, જેના કારણે બ્રેસ્ટમાં દુઃખાવો થવો સામાન્ય છે. એવુ એટલા માટે થાય છે કારણ કે, પીરિયડ પહેલા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનના સ્તરમાં ઘટાડો આવે છે, જેને કારણે બ્રેસ્ટમાં દુઃખાવો થઈ શકે છે. આ પરિવર્તનોથી લિમ્ફ નોડમાં સોજો પણ આવી શકે છે, જે બ્રેસ્ટ પેઇનને વધારી શકે છે. આ ઉપરાંત, પ્રોલેક્ટિક હોર્મોનમાં ગડબડના કારણે અથવા તો પછી ફેટી એસિડના અસંતુલિત હોવાના કારણે પણ બ્રેસ્ટમાં દુઃખાવો થઈ શકે છે.

ફોર્ટિસ હોસ્પિટલની ગાયનેકોલોજીની સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. ઉમા વૈદ્યનાથને જણાવ્યું હતું કે, પ્રીમેન્સ્ટ્રુઅલ બ્રેસ્ટ પેઇન એટલે કે પીરિયડ્સ પહેલા થનારો બ્રેસ્ટનો દુઃખાવો પ્રીમેન્સ્ટ્રુઅલનો હિસ્સો છે. તેનું મુખ્ય લક્ષણ મિડસાઈકલની આસપાસ બ્રેસ્ટમાં દુઃખાવો થવો, પીરિયડ્સ શરૂ થતા પહેલા દુઃખાવો વધી જવો અને માસિક શરૂ થવા પર દુઃખાવો જતો રહેવો. સાઇકલ બાદનો અડધો હિસ્સો સામાન્ય રહે છે. 28 દિવસની સાઇકલના 14થી 28માં દિવસ દરમિયાન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટોન બંનેનું સ્તર વધે છે. જેને કારણે બ્રેસ્ટમાં દુઃખાવો થાય છે.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ કોઈ ગંભીર સમસ્યાનો સંકેત નથી.

ડૉ. ઉમા વૈદ્યનાથન કહે છે કે, જો બ્રેસ્ટમાં ગાંઠ જેવુ લાગે અથવા તેને હાથ લગાવવા પર અસહ્ય દુઃખાવો થાય તો ફાઈબ્રોસિસ્ટિક બ્રેસ્ટ ડિસીઝનો સંકેત હોઈ શકે છે. તેનાથી પીડિત મહિલાઓના બ્રેસ્ટમાં તેમના પીરિયડ્સ પહેલો મોટી ગાંઠો હોય છે. આ ગાંઠ દબાવાથી બીજી જગ્યાએ જતી રહે છે અને માસિક પૂર્ણ થવા પર તેનો આકાર નાનો થઈ જાય છે.

ક્યારે કરવો ડૉક્ટરનો સંપર્ક?

  • જો બ્રેસ્ટમાં રહેલી ગાંઠના આકારમાં બદલાવ થાય અથવા નવી ગાંઠી બની રહી હોય.
  • નિપલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યું હોય, વિશેષરીતે ભૂરા રંગનું ડિસ્ચાર્જ અથવા તેમા લોહી આવી રહ્યું હોય.
  • બ્રેસ્ટમાં દુઃખાવાના કારણે દૈનિક કાર્યમાં અડચણ આવી રહી હોય.
  • બ્રેસ્ટમાં વધુ પડતું વજન લાગી રહ્યું હોય.
  • માત્ર એક જ બ્રેસ્ટમાં ગાંઠ બની રહી હોય.

કઈ વાતોનું રાખવુ ધ્યાન?

ડાયટમાં થોડો બદલાવ કરવાથી સમસ્યાને દૂર કરી શકાય છે. ડાયટમાં કોફી, સોડા અને ચાનું સીમિત સેવન કરો. કેફીનની માત્રા વધવાથી મુશ્કેલી વધી શકે છે. ખાવામાં મીઠાનો ઉપયોગ ઓછો કરવો. કોઈપણ અસાધારણ ગાંઠ અથવા સ્કીનમાં બદલાવ થવા પર ડૉક્ટરનો સંપર્ક કરવો. બ્રેસ્ટનું સંવેદનશીલ થવુ અથવા તેમા દુઃખાવો થવો મોટાભાગે હોર્મોન્સના સ્તરમાં અસંતુલનનો સંકેત હોય છે પરંતુ, આવુ ખાસ કરીને માત્ર જમણી તરફ અને સતત થઈ રહ્યું હોય અને તેનો સંબંધ પીરિયડ્સ સાથે ના હોય, તો કોઈ કાર્ડિયાક સમસ્યાનો પણ સંકેત હોઈ શકે છે, જેને અવગણવો ના જોઈએ. દર મહિને પીરિયડ્સ પૂર્ણ થયા બાદ પોતાની હથેળીથી પોતાના બ્રેસ્ટ્સની નિયમિતરીતે તપાસ કરો. આવુ કરવું તમારા રુટિનનો હિસ્સો બની જવો જોઈએ.

બ્રેસ્ટ પેઇન દૂર કરવાના ઉપાય

  • પોતાના ડાયટમાં ફાઇબરની માત્રા વધારો.
  • વધુ માત્રામાં પાણીનું સેવન કરો.
  • પોતાની દિનચર્યામાં શારીરિક ગતિવિધિઓને સામેલ કરો.
  • કમ્ફર્ટેબલ અને યોગ્ય ફીટિંગની જ બ્રાનો ઉપયોગ કરો.
  • પોતાની ડાયટમાં વિટામિન ઈ, વિટામિન બી-6 જેવા કેટલાક સપ્લીમેન્ટનું સેવન સામેલ કરો. તેને લેવાથી બ્રેસ્ટ પેઇનમાં આરામ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp