કોઈપણ પ્રકારની દવા લીધા વિના આ રીતે દૂર કરો માથાનો દુ:ખાવો, જુઓ આ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયાથી આપણને ઘણી માહિતી મળે છે. આ માહિતીથી આપણને ફાયદો પણ થાય છે અને ઘણીવાર મુશ્કેલી પણ પડે છે. એવામાં જ્યારે હેલ્થને લગતા કોઈ પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આ વીડિયો જોઈને લોકો મુંઝાય જાય છે કે, આ વીડિયો સાચો છે કે, ખોટો છે. ત્યારે હેલ્થને લગતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક મહિલા માથાના દુઃખાવામાં એક મિનીટમાં રાહત મેળવવાનો ઉપાય જણાવી રહી છે અને એ પણ કોઈ પણ પ્રકારની દવા લીધા વગર કે તેલ લગાડ્યા વગર. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, માથાનો દુઃખાવો દૂર કરવા માટે મહિલા હાથના અંગુઠા પર એક પન્સિલને અંગુઠાની નીચે રાખીને રબર બેન્ડ કસીને બાંધે છે. ત્યારબાદ એક મિનીટ રાખવાનું કહીને પેન્સિલ પરથી એક ઝાટકે રબર બેન્ડ દૂર કરવાનું કહે છે.

એક રીપોર્ટ અનુસાર, આ વાયરલ થયેલા વીડિયો બાબતે એક્યુપ્રેશરના નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું હતું કે, ખરેખર આ વીડિયો સત્ય છે. તેમાં કોઈ પણ જાતનું જુઠ્ઠાણું નથી. વીડિયોમાં બેન પેન્સિલ અને રબર બેન્ડ દ્બારા અંગુઠા પર જે પોઈન્ટ આપી રહ્યા છે. તેનાથી માથાનો દુઃખાવો ચોક્કસ મટી શકે છે. હાથની હથેળી અને પગના તળિયામાં તમામ પોઈન્ટ આવેલા છે. માથાના દુઃખાવા માટે અગત્યના હાથના અંગુઠા અને પગના અંગુઠા હોય છે. આ વીડિયોમાં બેન હાથના અંગુઠા પર પ્રેશર આપીને જે નિદાન કરી રહ્યા છે. તેનાથી ચોક્કસ માથાનો દુઃખાવો મટી શકે છે. સામાન્ય જનતા પેન્સ્સિલ કે રબર બેન્ડ નહીં લે અને માત્ર હાથના કે પગના અંગુઠા પર બરાબર પ્રેશર આપે તો પણ માથાનો દુઃખાવો ચોક્કસ મટી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp