કંઇક આ રીતે 83 કિલોમાંથી 63 કિલોની થઈ સાનિયા મિર્ઝા, શેર કર્યા ફોટા

PC: nstagram.com

સાનિયા મિર્ઝાએ હાલમાં જ બે વર્ષ બાદ ટેનિસ કોર્ટ પર એન્ટ્રી કરી છે. શાનદાર ખેલાડી સાનિયાએ આ દરમિયાન દીકરા ઇજહાન મિર્ઝા મલિકને જન્મ આપ્યો. સાનિયાએ હંમેશાં એ વાતનો ખુલીને ઉલ્લેખ કર્યો કે, ડિલીવરી બાદ તેણે કઈ રીતે પોતાનું વજન ઘટાડ્યું. તેણે ઘણીવાર જીમમાં પરસેવો પાડતા પોતાના વીડિયો અને ફોટો શેર કર્યા છે. પ્રેગ્નેન્સી બાદ બીજી મહિલાઓ પણ ફરીથી હેલ્ધી થઈ શકે, તે માટે તેણે પોતાના વર્કઆઉટના ઘણા વીડિયો પોતાના ફેન્સની સાથે શેર કર્યા છે.

હવે જ્યારે સાનિયા ટેનિસ કોર્ટમાં પાછી આવી ગઈ છે અને પેહાલની જેમ જ પોતાને ફિટ અને હેલ્ધી અનુભવી રહી છે, તો એવામાં તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં બાળકના જન્મ બાદ 89 કિલોની સાનિયા અને વર્કઆઉટ કરીને પરસેવો વહાવ્યા બાદ 63 કિલોની સાનિયાનો ફોટો છે.

 
 
 
View this post on Instagram

👼🏽 @izhaan.mirzamalik

A post shared by Sania Mirza (@mirzasaniar) on

આ ફોટો શેર કરાત 33 વર્ષીય સાનિયા મિર્ઝાએ લખ્યું, 89 કિલો vs 63 કિલો. આપણા બધા પાસે એક મોટિવ હોય છે. તમારે તે બધા પર ગર્વ કરવો જોઈએ. મને બાળકના જન્મ બાદ ફરીથી સ્વસ્થ અને ફિટ થવામાં 4 મહિનાનો સમય લાગ્યો. એવું લાગે છે કે, ટેનિસ કોર્ટમાં પાછા ફરવા અને ફિટનેસ મેળવીને આટલા મોટા સ્તર પર પ્રતિયોગિતામાં સામેલ થવામાં લાંબો સમય લાગ્યો. પોતાના સપનાનો પીછો કરો. પછી ભલે તમને ગમે તેટલા લોકો કેમ ના કહે કે તમે નહીં કરી શકો, કારણ કે તે ઉપરવાળો જ જાણો છે કે, આપણી આસપાસ એવા કેટલા લોકો છે. જો હું કરી શકું તો કોઈ પણ કરી શકે છે.

જણાવી દઈએ કે, સાનિયા મિર્ઝાએ હાલમાં જ ટેનિસ કોર્ટમાં કમબેક કર્યા બાદ પોતાનું 42મું ટાઇટલ જીત્યું છે. સાનિયાએ ઓક્ટોબર, 2018માં દીકરાને જન્મ આપ્યો હતો. તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે એપ્રિલ, 2010માં લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp