એક કલાક બેસી રહેવાથી સિગારેટ પીવા જેટલું જ નુકશાન!

PC: businessinsider.com

આજની ફાસ્ટ લાઇફમાં આપણે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખતા નથી. એવું નથી કે વ્યસન ન હોય એટલે તમારૂં સ્વાસ્થ્ય સારૂં જ રહેશે, એમ માની ન લેતા ! તમે ભલે શરાબ પીતા ન હોવ, સિગારેટ પીતા ન હોવ છતાં તમારી દિનચર્યા એવી હોય કે શરાબ અને સિગારેટ જેટલું જ નુકશાન તમને થતું હોય છે.

હાલમાં જ થયેલા એક સંશોધન મુજબ જો તમે લાંબા સમય સુધી બેસી રહો તો એ તમારા માટે ધૂમ્રપાન કરવા જેટલું જ ખતરનાક છે. તમે પોતાના કાર્યાલયમાં કમ્પ્યુટર પર કામ કરતા હોવ કે કોઇની રાહ જોતા હોવ ત્યારે કે ગામગપાટા મારતા હોવ ત્યારે કેટલાય કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહો છો.

નવ હજાર લોકો પર થયેલી શોધ બાદ એવું તારણ નીકળ્યું છે કે એક કલાકથી વધુ સમય સુધી બેસી રહ્યા બાદ શરીરની ચયાપચયની પ્રક્રિયા મંદ થાય છે, જેને કારણે કોલેસ્ટ્રોલના સ્તરનું નિયંત્રણ કાબુની બાહર નીકળી જાય છે. શોધ મુજબ શારીરિક મહેનત ઓછી કરતા હોવ અને અનિયમિતતાઓને કારણએ હાર્ટ સબંધી બિમારીઓની સંભાવના 6 ટકા, ડાયાબિટીસનું જોખમ 7 ટકા અને સ્તન કેન્સરનું જોખમ 10 ટકા વધી જાય છે. આ પહેલાં પણ અમેરિકાનની એક શોધમાં પણ એવું તારણ નીકળ્યું હતું કે ત્યાં થતા મૃત્યુમાં 3.5 કરોડ મૃત્યુનું કારણે કોઇકને કોઇક રીતે મેદસ્વિતા જ હતું.

એક અભ્યાસ મુજબ ઓફિસમાં કામ કરતા યુવાનો મોટો ભાગે સરેરાશ 10 કલાક સુધી બેસી રહે છે. જ્યારે તેઓ ફક્ત સાત કલાકની જ ઊંઘ કાઢી શકે છે. આ પ્રકારની આદતથી તેમના સ્વાસ્થ્ય ઉપર ઘાત પરિણામ જોવા મળે છે. શોધ પરથી એવું જાણવા મળ્યું હતું કે બેસી રહેવું એક નવી પેઢી માટે ધૂમ્રપાનથી ઓછું ખતરનાક નથી. એ શોધ મુજબ એક કલાકથી વધુ સમય ટીવી જોવાના લોકોમાં મૃત્યુનું જોખમ 11 ટકા વધી જાય છે. શોધમાં તેનું કારણે સીધી રીતે વધુ સમય સુધી બેસી રહેવાનું ગણાવાયું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp