યુવાઓને રિલેશનશીપમાં સ્ટ્રેસને કારણે મરવાનો વિચાર આવે છેઃ સરવે

PC: dainikbhaskar.com

રુરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટનાં સર્વેમાં એ વાત સામે આવી છે કે, 34 ટકા વિદ્યાર્થીઓ માને છે કે તાણ, ચિંતા, હતાશાને કારણે તેમને મરવાનો વિચાર આવે છે. આ સર્વેમાં ધોરણ 10-12ના બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે એ પણ માન્યું છે કે, તેમના માતા-પિતા જોડે તેમની ખૂબ જ ઓછી વાત થાય છે. આ રીતનો સર્વે તેઓ પાછલા 4 વર્ષોથી કરી રહ્યા છે.

ભણતર નહિ પણ રિલેશનને કારણે તાણઃ

1400થી વધારે વિદ્યાર્થીઓના સર્વે દ્વારા માલૂમ પડ્યું કે, સ્ટુડન્ટ્સ ભણવા કરતા રિલેશનશીપને કારણે વધારે તણાવમાં રહે છે. તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે, તેમની ઉંમર ભણવા પર કેન્દ્રિત કરવાની છે. સાથે જ માતા-પિતા જોડે ઓછી વાતચીતના કારણે તેમને યોગ્ય સલાહ મળતી નથી. માટે તેઓ પોતાનો માર્ગ જાતે જ પસંદ કરે છે.

આપણા દેશમાં 15 થી 29 વર્ષની વચ્ચેના કે તેનાથી વધુ યુવાનો આત્મહત્યા કરે છે. જેનું કારણ સ્ટ્રેસ અને સોશિયલ મીડિયા, સોશિયલ રિલેશન, બ્રાંડ પ્રેશર જવાબદાર છે. યુવાઓમાં વધતી જતી વ્યસનની આદત પણ ચિંતાજનક છે. જેના માટે દરેક સ્કૂલમાં કાઉન્સિલ સેન્ટર હોવા જરૂરી છે.

સર્વેનું પરિણામઃ

  • 21 ટકાને ભણતરનું બોજ અને 42 ટકાને યાદ ન રહેવાની બીમારી
  • 34 ટકા ચિંતા, તાણ, હતાશાને કારણે મરવાનું વિચારે છે
  • 42 ટકાનું ધ્યાન ભણવામાં નથી લાગતું
  • 21 ટકા ભણતરને બોજાના રૂપમાં જુએ છે
  • 17 ટકા પર માતા-પિતાનું દબાણ
  • 17 ટકાને સ્વાસ્થ્યને લગતી ચિંતા
  • 42 ટકાને પરીક્ષાની બીક લાગે છે
  • 17 ટકા ઘરેથી ભાગી જવાનું વિચારે છે
  • 17 ટકા વિદ્યાર્થીઓને રિલેશનશીપની ચિંતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp