શિયાળામાં રાખો આ રીતે આંખોની સંભાળ

PC: beautyheaven.com.au

શિયાળાની ઋુતુમાં સ્કિનની સાથે સાથે આંખો પણ ડ્રાય થઇ જતી હોય છે અને તેનાથી પણ બચી શકાય છે. આ ઋુતુમાં આંખોમાં ખૂજલીની સમસ્યા વધારે રહે છે. એક રિસર્ચ મુજબ ઠંડીના કારણે આંખોની નમી ઓછી થઇ જતી હોય છે. તેના સિવાય વધારે લોકો ઠંડીથી બચવા માટે પોતાના ઘરોમાં ઓફિસમાં હીટર ચલાવે છે. એવામાં હવામાં નમીનુ સ્તર એમ પણ ઓછુ હોય છે, જે હિટર ચલાવાથી વધુ ઓછુ થઇ જાય છે જેનાથી આંખોની નમી ઉડી જતી હોય છે.

એક રિસર્ચ મુજબ નમી બનાવી રાખવાની રીતમાં જાણકારી મેળવી છે. જેમાં શિયાળાની ઋુતુમાં ઓછી નમીના કારણે આંખો સૂકાઇ જાય છે. પરંતુ જો તમે ગરમ જગ્યાઓ પર સમય વિતાવો છો તો હવામાં કેટલીક નમી પાછી મેળવવા માટે હ્યૂમિડિફાયરનો ઉપયોગ કરો. ઘણા બધા તરલ પદાર્થો પીવો. તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવાથી તમારી આંખોમાં નમી બનેલી રહેવામાં મદદ મળશે અને તમારા ફેસ પર સીધી હિટરની ગરમી ન પડવા દો, કારણકે તેનાથી તમારી આંખોની નમી સૂકાઇ શકે છે. તેના સિવાય કારમાં હીટ વેટ્સને શરીરની નીચેની તરફ કરીને ચલાવવી જોઇએ. એક રિપોર્ટમાં કહેવાયુ છે કે ધૂળના કણ અથવા ઠંડી હવાઓથી આંખોને બચાવા માટે ચશ્મા અને ટોપી પહેરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp