ઉનાળામાં થતા પરસેવાથી બચવા માટે આજે જ બદલી નાંખો તમારી આ આદતો

PC: essmc.com

શરીરમાં પસીનો થવો એક સામાન્ય પ્રક્રિયા છે. ગરમીમાં દરેકને પસીનો થવાનું વધી જાય છે કારણ કે શરીર પરસેવા દ્વારા પોતાનું તાપમાન કંટ્રોલ કરે છે. પરસેવા દ્વારા આપણા શરીરમાં આવેલા ગંદા અને નકામા તત્વ બહાર નીકળી જાય છે. તે સિવાય પરસેવો શરીરમાં ઘણા પ્રકારના હોર્મોન્સને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

આપણા શરીરમાં આશરે 30 લાખ પરસેવાવાળી ગ્રંથિયો હોય છે. પરસેવામાં ગંધ હોય છે તેથી ગરમી દરમિયાન વધારે પરસેવો થવાને લીધે ઘણી વખત લોકોએ શરમિંદગી ઉઠાવવી પડતી હોય છે. જો તમને પણ ગરમી દરમિયાન વધારે પરસેવો થતો હોય તો તરત જ તમારી આ આદતોને બદલી નાખો, જેથી તમે આખું ઉનાળો સરળતાથી પસાર કરી શકો.

ખોટું મોશ્ચરાઈઝર વાપરવું:

મોશ્ચરાઈઝર આપણી ત્વચાને સોફ્ટ રાખે છે પરંતુ ઘણા લોકો ગરમીમાં પણ તે જ મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ તેઓ શિયાળા દરમિયાન કરતા હતા. અસલમાં શિયાળામાં આપણે ઓઈલ બેઝ મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરતા હોઈએ છે પરંતું ઉનાળા દરમિયાન તેને લગાવવાથી વધારે પરસેવો થવાની સંભાવના છે.

કેફીનવાળા પદાર્થો ખાવા:

કેફીનવાળા પદાર્થો ખાવાથી પણ શરીરમાં પરસેવાનું પ્રમાણ વધી શકે છે. માટે આવા પદાર્થોનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. કેફીન મુખ્ય રીતે ચા, કોફી, ગ્રીન ટી, લેમ ગ્રાસ ટીમાં મળી આવે છે. ગરમીમાં ચા, કોફીથી વધારે સારું ફ્રુટ જ્યુસ છે અને જો ઘણું મન થાય તો કોલ્ડ કોફી અથવા લેમન ટી પી શકો છો. લેમન જ્યુસ તમારા પેટને ઠંડુ રાખે છે.

તેલ-મસાલાવાળું ભોજન ખાવું જોઈએ નહીં:

વધારે માત્રામાં તેલ-મસાલાવાળા ખાવાનાને લીધે પણ પરસેવો વધારે થઈ શકે છે. ઘણા લોકો મસાલાવાળું ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે ઉનાળામાં ગરમી હોવાને લીધે તેને ખાવાથી વધારે પરસેવો થવાની સંભાવના રહે છે. માટે ઉનાળા દરમિયાન મસાલાવાળા ભોજનને ખાવાનું ટાળવું જોઈએ.

યોગ્ય કપડાં પહેરો:

ગરમીમાં ખોટા કપડાં પહેરવાને લીધે પણ લોકોને ઘણો પસીનો થતો હોય છે. ગરમીના દિવસોમાં કોટનના અથવા ખાદીના કપડાં પહેરવા જોઈએ, જે જલદીથી પરસેવાને સુકવી નાખે છે. આ સિવાય ગરમીમાં ડાર્ક શેડના કપડાં પહેરવાને બદલે લાઈટ શેડના કપડાં પહેરવાથી પણ ગરમી ઓછી લાગશે અને પરસેવો ઓછો થશે. આ સિવાય ગરમીમાં બહાર નીકળો તો માથું અને ચહેરો ઢાંકીને નીકળવું જોઈએ કારણ કે આ બંને જગ્યાએથી શરીરને વધારે ગરમી મળે છે.

ઠંડી વસ્તુઓને ખાવાનું ટાળવું જોઈએ:

ઉનાળાની શરૂઆત થતા જ લોકો આઈસ્ક્રીમ, કુલ્ફી અને બરફ જેવી વસ્તુઓને વધારે ખાય છે, જે પરસેવો થવાનું મુખ્ય કારણ છે. અસલમાં બરફ, આઈસક્રીમ અને કુલ્ફી જેવી વસ્તુઓ તાપમાનમાં ભલે ઠંડી મહેસૂસ કરવાને પરંતુ તે તમારા શરીરને ગરમ કરે છે, જેના લીધે તમને વધારે પસીનો થાય છે. માટે ઠંડી વસ્તુને બદલે તમારે ફ્રેશ જ્યુસ, શરબત અથવા દહીં-છાશને ખાવામાં લેવા જોઈએ.

  
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp