આ પાંચ વસ્તુ ઘરમાં હોવી છે અત્યંત જરૂરી

PC: app.goo.gl

આપણા સારા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ જેવું રૂડું કોઈ શાસ્ત્ર નથી. જોકે આયુર્વેદ અત્યંત વિશાળ અને ગહન છે એટલે ઘણીવાર તેને ફૉલો કરવું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ અમે તમારા માટે માત્ર પાંચ એવી બાબતો લઈને આવ્યા છીએ, જેને ફોલો કરશો તો તમે હંમેશાં સ્વસ્થ રહેશો અને બીમારીઓ ક્યારેય તમારા શરીરને સ્પર્શી નહીં શકે.

આયુર્વેદ કહે છે કે ખોરાકમાં ઘરના ઘીનું પ્રમાણ વધારે હોવું જોઈએ. બજારમાં મળતા ઘી કે બટરને ટાળીને ઘરના ઘીનો વપરાશ કરશો તો શરીર પર તેની સારી અસરો થશે. ઘીના નિયમિત સેવનથી શરીરની અંદર રહેલો કચરો બહાર નીકળી જાય છે.

દૂધ તો આપણે બધા જ પીએ છીએ, પરંતુ આયુર્વેદ કહે છે કે હંમેશાં હૂંફાળા દૂધનું સેવન કરવું. હૂંફાળું દૂધ પચવામાં સરળ હોય છે અને શરીરને સંતુલિત રાખે છે. આ સિવાય ખોરાકમાં આદુનો પ્રયોગ વધુ પ્રમાણમાં થવો જોઈએ. આદુ એકસાથે અનેક બીમારીઓ સામે લડે છે. ખાસ તો આદુથી શરદી અને ઉઘરસ તમારાથી દૂર રહે છે. આ સિવાય સ્ત્રીઓને પિરિયડ્સમાં પણ આદુથી ઘણી રાહત થાય છે.

પાણી બાબતે આયુર્વેદ કહે છે કે ઠંકા કે નોર્મલ પાણીની જગ્યાએ તમે હૂંફાળું પાણી પીશો તો તમારું શરીર અત્યંત સંતુલિત રહેશે. એનાથી ત્વચા ચમકદાર બને છે અને શરીરની મેટાબોલિઝમ સિસ્ટમ પણ સારી રીતે કામ કરે છે.

આ સિવાય ખોરાકમાં જીરાનો વધુ ઉપયોગ પણ તમારા માટે અત્યંત લાભદાયી છે. જીરાને લીધે તમારું પાચનતંત્ર એકદમ વ્યવસ્થિત ચાલે છે, જેને કારણે તમે પેટને લગતી તકલીફોથી દૂર રહો છો. રાતભર ઝીરાને પાણીમાં બોળી મૂકશો અને સવારે એ પાણી પી જશો તો તમને એકસાથે અનેક ફાયદા થશે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp