જીમમાં કસરત કર્યા વગર આવી રીતે ફટાફટ વજન કરો ઓછું

PC: laughinggujju.com

આધુનિક જીવનશૈલીના પગલે 4 માંથી 2 વ્યકિત મોટાપાથી પરેશાન રહે છે. કેટલાક લોકો વર્ષો સુધી કસરત અને કલાક જીમમાં સમય પસાર કર્યા બાદ પણ વજન ઓછું કરવામાં સફળ નથી થઇ શકતા, પરંતુ આજે અમે તમને કેટલાક એવા ડાયટ વિશે જણાવીશું. જેમનુ દરરોજ સેવન કરવાથી થોડા દિવસમાં જ તમારૂ વજન ઓછું થઇ શકે છે. તો આવો જોઈએ એવા આહાર વિશે જેમનુ સેવન કરવાથી તુરંત વજન ઓછું થઇ જશે.

ત્યારે રિસર્ચએ આ વાતનો ખુલાસો કર્યો છે કે યોગ અને જીમ કરનારા લોકોથી વધુ સારી ડાયટ ફોલો કરનાર લોકો પોતાનુ વજન ઓછું કરવામાં સફળ રહે છે. એટલા માટે મહત્વનુ છે કે પોતાના ડાયટમા વધુથી વધુ એવી શાકભાજીનો સમાવેશ કરે, જેને ખાવાથી કેલરી જમા ન થાય અને જેથી ન્યૂટ્રીશન વધુ મળતુ હોય, કારણ કે કેલરી વજન વધવાનુ સૌથી મોટું કારણ હોય છે.

આપણામાંથી મોટાભાગના લોકો શુગરનો ઉપયોગ વધુ કરે છે. તેને કદાચ આ વાતની જાણકારી નથી હોતી કે શુગર આપણાં શરીરમાં ઘણી બીમારીઓનુ કારણ છે. એટલા માટે મહત્વનુ છે કે શુગરનો ઉપયોગ ઓછામાં ઓછો કરે. દૂધની ચાની જગ્યા પર ગ્રી ટીનું સેવન કરે.

ડાયટમાં વધુથી વધુ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, નટ્સ, બ્રોકલી, ચિકન, ઈંડા જેવી હેલ્દી વસ્તુનો પોતાના ડાયટમાં સામેલ કરે. આ તમને તંદુરસ્ત રાખશે અને તમે પોતાને આખો દિવસ તાજગી ભર્યુ અનુભવ કરશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp