26th January selfie contest

બે બાળકોની મમ્મીએ PCOS બાદ પણ આ રીતે ઘટાડ્યું 30 કિલો વજન, જાણો તેની ડાયટ વિશે

PC: facebook.com

વધતુ વજન આજના સમયમાં તમામ લોકો માટે ખૂબ જ મોટી સમસ્યા બની ગયુ છે. પુરુષોની અપેક્ષા મહિલાઓ માટે કેટલીક શારીરિક સમસ્યાઓના કારણે વજન ઓછું કરવું મુશ્કેલ બની શકે છે. ઘણી એવી મહિલાઓ છે, જેમને PCOS (પૉલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ)ની ફરિયાદ છે અને આ કારણે તેઓ વજન ઓછું નથી કરી શકતી. વજન વધવુ પણ PCOSના લક્ષણોમાંથી એક હોઈ શકે છે. અથવા તો પછી એવુ પણ કહી શકાય છે કે જે મહિલાઓને PCOSની ફરિયાદ હોય છે, તેમનું વજન સરળતાથી ઓછું નથી થતું. પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ (PCOS) મહિલાઓમાં થનારું હોર્મોન અસંતુલન છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં PCOS 3.7થી 22.5 ટકા મહિલાઓમાં ફેલાયેલુ છે. તેમજ કેટલાક રિપોર્ટ અવુ પણ જણાવે છે કે, દર 10માંથી એક મહિલાને PCOS છે.

આજે એક એવી મહિલાની વાત કરવામાં આવી છે જેને PCOS હતું. પરંતુ, તેણે PCOSને પોતાની ફિટનેસ જર્નીની વચ્ચે ના આવવા દીધુ અને પોતાનું 30 કિલો વજન ઓછું કરી લીધુ છે. જે મહિલાઓ એવુ વિચારે છે કે PCOSના કારણે સરળતાથી વજન ઓછું નથી થઈ શકતું, તેમના માટે આ મહિલા એક ઉદાહરણ છે. સ્વાતી સોઢીએ જણાવ્યું કે, પ્રેગ્નેન્સી બાદ તેનું વજન વધી ગયુ હતું. જ્યારે તેનું પહેલું બાળક થયુ, ત્યારબાદ તેનું વજન આશરે 92 કિલો થઈ ગયુ હતું. તેણે ઈન્ટરનેટ પર રહેલી અડધી-અધૂરી જાણકારીથી આશરે 25 કિલો વજન ઓછું કરી લીધુ હતું, જે બીજું બાળક થયા બાદ ફરી વધી ગયુ હતું.

ફરી વજન વધી જવાના કારણે તે આખો દિવસ કામ કરવા અને બાળકોની સંભાળ રાખવામાં થાકી જતી હતી અને તેનો શ્વાસ પણ ફૂલવા માંડતો હતો. તેના પતિ નેવીમાં છે, આથી તેણે સિંગલ પેરેન્ટની જેમ બંને બાળકોનું ધ્યાન રાખવુ પડતું હતું અને તેમની સાથે રમવુ પણ પડતું હતું. ત્યારબાદ તેણે ફરીથી પહેલા જેવી રીત અપનાવીને વજન ઓછું કરવાનું શરૂ કર્યું, તો કોઈકે સલાહ આપી કે જો તેને ફિટનેસનો આટલો જ શોખ હોય તો તેને પ્રોફેશનલ રીતે શા માટે નથી કરતી? પછી તેણે પોતાના પહેલા વેઈટ લોસની ફોટો પોસ્ટ કરી અને તેને એક જોબની ઓફર આવી. ત્યારબાદ તેણે તેના વિશે બેઝીક નોલેજ મેળવ્યું અને પોતાનું વજન ઓછું કર્યું. હવે તેનું વજન 63 કિલો છે. તેણે ક્વાન્ટિફાઈડ ન્યૂટ્રિશનથી વજન ઓછું કર્યું. ક્વાન્ટિફાઈડ ન્યૂટ્રિશન એ હોય છે, જેમા તેણે પોતાના ભોજનની માત્રા જોવાની હોય છે કે તમે કેટલું ખાઓ છો. સાથે જ ફૂડની કેલેરી અને મેક્રોઝનું પણ ધ્યાન રાખવાનું હોય છે.

બ્રેકફાસ્ટ

ઓટ્સ

ઈંડા

પનીર કટલેટ

ચિકન સેંડવીચ

પ્રોટીન શેક

સ્નેક્સ

ફળ

ડ્રાય ફ્રૂટ્સ

લંચ

ગ્રિલ ચિકન અથવા ફિશ અથવા પનીર

રોટલી અથવા ભાત

લીલા શાકભાજી

ઈવનિંગ સ્નેક્સ

વ્હે પ્રોટીન શેક

ડિનર

ગ્રિલ ચિકન

સલાડ

સૂપ

View this post on Instagram

A post shared by ꜱᴡᴀᴛɪ ꜱᴏᴅʜɪ (@fitandfabwithswati)

સ્વાતી જણાવે છે કે, તેને ફિટ રહેવાનો ખૂબ જ શોક હતો, આથી તે હંમેશાં એક્સરસાઈઝ, ડાન્સ, ઝુંબા, યોગા વગેરે કરતી હતી. આથી તેને ક્યારેય પણ વર્કઆઉટને લઈને ચિંતા નહોતી. તે દરરોજ જીમ જઈને 30-45 મિનિટ વેઈટ ટ્રેનિંગ કરતી હતી. આ સાથે ક્રોસફિટ પણ કરતી હતી, જેને કારણે એક્સ્ટ્રા કેલરી બર્ન કરવામાં મદદ મળી હતી. તે જ્યારે બાળકો સાથે રમે છે, તો તેના સ્ટેપ્સ ઘણા થઈ જાય છે, જેને કારણે તેને ફિટ રહેવામાં ખૂબ જ મદદ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp