સ્વાઈન ફ્લૂમાં શું કરવું? એલોપથી દવા કે ઉકાળો?

13 Aug, 2017
07:32 AM
PC: ecellulitis.com

રાજ્યના આરોગ્ય મંત્રીએ સ્વાઈન ફ્લૂની દવાના બદલે ઉકાળા પીવા પર ભાર મૂક્યો છે. ઉકાળાથી સ્વાઈન ફ્લૂ મટી જાય છે કે કે કેમ તે હજું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું નથી. કે ઉકાળાનું વૈજ્ઞાનિક પ્રમાણ પણ નથી. તેની માન્યતા આયુષ વિભાગે આપી નથી. છતાં સરકાર ઉકાળાનો પ્રચાર કરી રહી છે. ઉકાળામાં કઈ આયુર્વેદીક તે યુનાની વનસ્પતીઓ વાપરવી તે પણ જાહેર કરાયું નથી.

આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યમાં સ્વાઇન ફ્લૂના આ રોગચાળાના રોગ નિયંત્રણ, સર્વેલન્સ અને સમયસરની સારવાર માટે સમગ્ર તંત્ર ગંભીરતાથી અને યુધ્ધના ધોરણે કાર્યરત થયું છે તેની વિગતો આપી હતી. મંત્રી ૧૦૪ હેલ્પલાઇનનો બહોળો પ્રચાર-પ્રસાર કરીને સ્વાઇન ફ્લૂ – તાવ અંગેની જાણકારી માટે જાહેર સ્થળોએ આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ આરોગ્ય વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવા અને દરેક જિલ્લામાં સરકારી દવાખાનાઓમાં સ્વાઇન ફ્લૂ રોગના નિયંત્રણ માટે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે

ઘરે ઘરે સર્વેલન્સ સઘન બનાવવા આરોગ્ય કર્મીઓને અને જરૂર જણાયે આશા વર્કર, આંગણવાડી વર્કર્સ અને મેલેરિયા સર્વેલન્સ કર્મયોગીઓની સેવાઓ લેવા પણ સૂચનાઓ આપી છે. આગામી તહેવારોના દિવસોમાં યોજાતાં મેળાઓમાં બિમાર વ્યક્તિઓ ન જાય અને અન્ય મેળાવડાઓમાં બિમાર વ્યક્તિઓ ન જાય અને બાળકો બિમાર હોય તો વાલીઓ તેવા બાળકોને શાળાએ ન મોકલવા કહેવાયું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં સ્વાઇન ફ્લૂ રોગના નિયંત્રણ તથા રોગ ફેલાતો અટકાવવાની જનજાગૃતિના રાજય સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંઓ અંગે રાજયના જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મહાનગરપાલિકાના કમિશનર સાથે તાકીદની વીડિયો કોન્ફરન્સ કરીને માર્ગદર્શન આપ્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, અગ્ર સચિવ જયંતિ રવિ અને આરોગ્ય કમિશ્નર તેમજ વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહયાં હતાં.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: