પીરિયડ્સમાં ઈન્ફેક્શનઃ અહીં ચાલે છે મોતનો ડર બતાવીને ગર્ભાશય કાઢવાનો ગોરખધંધો

PC: scoopwhoop.com

થોડાં સમય પહેલા મહારાષ્ટ્રના એક ગામમાં મહિલાઓ પાસે વધુ મજૂરી કરાવવા સાથે જોડાયેલી એક અમાનવીય ખબર સામે આવી છે. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, લગ્ન થઈ ગયા હોય અને બાળકો હોય તેવી મહિલાઓને પીરિયડ દરમિયાન પણ મજૂરી કરવી પડે એટલા માટે અહીં મહિલાઓનું ગર્ભાશય જ કાઢી નાંખવાની અમાનવીય હરકત કરવામાં આવી રહી છે. સંબંધિત ગામમાં આ એક પરંપરા બની રહી છે, જે મહિલાઓને બે-ત્રણ બાળકો હોય તેમનું ગર્ભાશય કાઢવામાં આવી રહ્યું છે.

પરંતુ હવે આ મામલાનો એક બીજો પહેલું સામે આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના ગામમાં મહિલાઓની સાથે અમાનવીય વ્યવહાર પાછળ એકબીજો જ ગોરખધંધો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના બીડ જિલ્લાના વંજારવાડી ગામમાં મહિલાઓ પાસે ખેતરોમાં વધુમાં વધુ કામ લેવા માટે બે કે ત્રણ બાળકોને જન્મ આપનારી મહિલાઓનું ગર્ભાશય જ કાઢી નાખવામાં આવે છે. જેથી મહિલાઓને પીરિયડ ના થાય અને તે ખેતરોમાં વધુમાં વધુ કામ કરી શકે. તો બીજી તરફ કેટલાક ડૉક્ટરો વધુ પૈસા કમાવાની લાલચમાં મહિલાઓનું ગર્ભાશય કાઢવાનો ગોરખધંધો કરી રહ્યા છે.

આંકડાઓ અનુસાર, આ બીડ જિલ્લામાં આશરે 9 લાખ 34 હજાર મહિલાઓ છે. પીરિયડ્સ દરમિયાન કપડાનો ઉપયોગ કરવાને કારણે મહિલાઓને ગર્ભાશયનું ઈન્ફેક્શન થઈ જાય છે, જે થોડા સમય બાદ કેન્સરનું રૂપ લઈ લે છે. કેન્સરની યોગ્ય સારવાર કરવાને બદલે ડૉક્ટરો કેન્સરને કારણે મૃત્યુનો ભય બતાવીને ગર્ભાશય જ કાઢી નાંખે છે. મળતી માહિતી અનુસાર, અત્યારસુધીમાં આ વિસ્તારની આશરે 4500 મહિલાઓના ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, બીડ જિલ્લાને મરાઠાવાડમાં મજૂરોના સપ્લાયર તરીકે ઓળખવામાં આવે છે. અહીં 80 ટકા પરિવાર મજૂરી કામ કરે છે. આ પરિવારોની મહિલાઓ સુગર ફેક્ટરી તેમજ ઈંટ બનાવવાના કામ સાથે સંકળાયેલી છે. ગર્ભાશય કાઢી નાંખવાની વાત સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેને અટકાવવા માટે કાર્યવાગી કરવામાં આવી રહી છે. સાથે જ મહિલાઓ સાથે આવો અત્યાચાર ન થાય તે માટે એક નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp