શિયાળાની સીઝનમાં એલર્જીથી દૂર રહેવા અજમાવો આ ઉપાય

PC: pcaaa.com

શિયાળાની સીઝન દરમિયાન મોસમમાં અચાનક બદલાવ થવાથી શર્દી, ખાસી અને સ્કીન પર ચકામા થવા જેવી મુશ્કેલીઓ વધી જતી હોય છે. આ સાથે વિવિધ પ્રકારની અલર્જીમાં પણ વધારો થયેલો જોવા મળે છે. કેટલાંક લોકોને શ્વાસ લેવાની સમસ્યા અને ખંજવાળ આવવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. એક રીપોર્ટના કહેવા પ્રમાણે, શિયાળામાં લોકો ઘરની અંદર ઈન્ડોર એલર્જીના શિકાર બને છે, જેમ કે ધૂળ, સુક્ષ્મ જીવાણું અને ફુગની એલર્જી થવાની શક્યતા વધી જાય છે. ફુગ અને ઘરની ગંદકી અસ્થમાનો રોગમાં વધારો કરે છે. જેનાથી ખાંસી, ગળામાં ખીચખીચાહટ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો ચાલો જોઈએ આવી એલર્જીને કઈ રીતે રોકી શકાય.

  1. ઘરમાં ધૂળ અને ગંદકીને લીધે કાર્પેટ અને બેડ પર બેક્ટેરિયા થઈ જતા હોવાને લીધે એલર્જી થઈ શકે છે, તો તેને રોકવા માટે રોજ કાર્પેટ અને બેડની સફાઈ કરવી જોઈએ.
  2. એલર્જીના કારણો જાણવા માટે ખાસ બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, જેનું નામ કોમ્પ્રીહેન્સીવ એલર્જી ટેસ્ટ. એક વાર એલર્જીનું કારણ ખબર પડી ગયા બાદ તેનો ઈલાજ થઈ શકે છે.
  3. ધૂળ અને બેક્ટેરિયાથી બચાવ માટે ઘરની અંદર હવાના પ્રમાણમાં સુધાર લાવો. રસોઈઘર, બાથરૂમ અને રૂમને સાફ રાખો. ઘર અને કોર્પેટની નિટમિત રૂપે સફાઈ કરો.
  4. એલર્જીથી પીડિત લોકો પોતાને ધૂળ અને ગંદકીથી દૂર રાખે. અસ્થમાં અને ગળામાં સોજાથી પીડિત લોકોએ ડોક્ટરની સલાહ લેવી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp