ઉંઘ ન આવવાની બીમારી છે ઘણી ખતરનાક, આ રીતે બચી શકો

PC: indiatimes.com

દોડધામની જિંદગી અને બદલાયેલી જીવનશૈલીને લીધે ઘણાં લોકો ઉંઘ ન આવવાની સમસ્યાથી પીડાતા હોય છે. ઉંઘ ન આવવી એ સમસ્યાને ઇન્સોમેનિયા કહેવામાં આવે છે. આપણે ઘણાં લોકોને સાંભળીએ છીએ કે, યાર શું કરું, ઉંઘ નથી આવતી. ઉંઘવાની કોશીશ કરી હોવા છતાં આંખ લાગવાનું નામ નથી લેતી. આવી સ્થિતિમાં લોકો ઇન્સોમેનિયાથી ગ્રસ્ત થઇ શકે છે.

ઇન્સોમેનિયા કોઇને પણ અને ક્યારેય થઇ શકે છે. વિશેષ રીતે જીવનશૈલીમાં ફેરફારને લીધે આવું થવાની સંભાવના વધારે હોય છે. આ બે પ્રકારનું હોય છે. ટ્રાન્ઝિએટ અને ક્રોનિક. ઇન્સોમેનિયા એટલે કે અનિદ્રા કોઇપણ કારણસર હોઇ શકે જેમ કે, ટેન્શન, વાતાવરણમાં ફેરફાર, વધારે કામ અને હોર્મોન્સમાં ફેરફાર.

કેવી રીતે બચી શકાશે?

સૌથી પહેલા પોતાના બેડ-ટાઇમ રૂટીનને બદલી લો. આરામપૂર્વકનું સ્નાન લો. સંગીત સાંભળો, બેડ પર પહોંચ્યા બાદ ટીવી કે મોબાઇલ ચેક કરવાનું ટાળો. ઓફિસના ઇમેલ પણ ચેક ન કરો. તેનાથી તમારી ઉંઘમાં કોઇ બાધા નહીં આવે.

કેટલાક લોકોને વધારે કોફી પીવાની આદત હોય છે. બપોર બાદ પણ ઘણાં લોકોને કોફી વિના ચાલતું નથી. એવા લોકો કોફી પીવાનું બંધ કરે.

જો તમે નિયમિત આલ્કોહોલનું સેવન કરતા હો તો આજે જ બંધ કરી દો, આલ્કોહોલ ઉંધને નિયંત્રિત કરનારા  ENT1 જિનને પ્રભાવિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp