કૂલ દેખાવા માટે યુવાનો પી રહ્યા છે સિગરેટ

PC: asset.dr.dk

દેશના 50 ટકાથી વધુ યુવાન-યુવતીઓ એટલામાં સિગરેટ પીતા હોય છે કેમ કે આમ કરવાથી તેમના ગ્રુપમાં અને ફ્રેન્ડ્સમાં તેઓની 'Cool' ઈમેજ બને છે. એક રીપોર્ટના પ્રમાણે 52 ટકા યુવાન-યુવતીઓનું માનવું છે કે સિગરેટ પીવાથી તેમની એકાગ્રતા મળે છે. જ્યારે 90 ટકાનું માનવું છે કે જો તેમના માતાપિતા તેમને સિગરેટ પીતા નહીં રોકે તો તેઓ સિગરેટ પીવાનું ચાલુ રાખશે. 80 ટકાથી વધુ યુવાનોનું માનવું છે કે એક વાર સિગરેટ પીવામાં કોઈ વાંધો નથી.

આપણે ત્યાંના મોટા ભાગના શાળાના છોકરા-છોકરીનું માનવું છે કે, તેઓને ફિલ્મના એક્ટર-એક્ટ્રેસને જોઈને સિગરેટ પીવાનું મન થાય છે. કરવામાં આવેલા સર્વે પ્રમાણે 89 ટકા છોકરાઓ માને છે કે તેમના પિતા સિગરેટ પીવે છે તો તેઓ પણ સિગરેટ આસાનીથી પી શકે છે. WHOના કહેવા પ્રમાણે, સિગરેટ પીવાથી વર્ષે 70 લાખ લોકોના મૃત્યુ થાય છે. એક રીપોર્ટ પ્રમામે 2015માં દુનિયાભરમાં સિગરેટ પીવાને લીધે 64 લાખ લોકોના મોત થયા છે, જ્યારે ભારત, ચીન, અમેરિકા અને રશિયામાં આ આંકડો 52.2 ટકાનો છે. સિગરેટ પીવાને લીધે થતા મોટમાં 90 ટાકના મૃત્યુ ફેફસાના કેન્સરને લીધે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp