મડફેસ્ટઃ ગુજરાતના આ શહેરમાં ચોથા વર્ષે ધૂળેટી રમાશે દેશની માટીથી

PC: khabarchhe.com

રમત રમવી એ દરેક ને ગમે છે, તેમાં પણ જો તહેવાર સાથે રમત રમાતી હોય તો મઝા પડી જાય. આપણે આજે વાત કરીશું ધૂળેટીના તહેવારની. ધૂળેટીનો તહેવાર એ લોકોના જીવનમાં રંગ પુરવાનું કામ કરે છે. આપણે ધૂળેટીમાં અવનવા કલરથી ધૂળેટી રમીએ છીએ. પણ, શું તમે જાણો છો, શહેરમાં એક છત નીચે યોજાઇ રહેલાં મડ ફે્સ્ટ વિશે. ચાલો અમે તમને આજે જણાવીશુંઇવેન્ટોલોજી દ્વારા આયોજિત અને Khabarchhe.comની ડિજિટલ મીડિયા પાર્ટનરશીપમાં આ વર્ષે મડ ફેસ્ટ-2019નું આયોજન કરાયું છે. આમ તો, આ મડ ફેસ્ટ છેલ્લાં 3 વર્ષથી યોજાઇ રહ્યો છે. એટલે કે, વર્ષ 2016થી શરૂ થયો છે. આ મડ ફેસ્ટ 21મી માર્ચ, મડ ફેસ્ટ ગ્રાઉન્ડ, શ્રી શ્રી શિરડી સાંઇ મંદિરની બાજુ, એરપોર્ટ સામે, ડુમસ ખાતે સવારે 9 કલાકેથી બપોરે 3.30 સુધી યોજાશે.

આયોજકોનાં જણાવ્યાં અનુસાર સૌ પ્રથમ તો, એક કૃત્રિમ કૂંડ બનાવવામાં આવે છે. આ કૂંડમાં ઓર્ગેનિક માટી અને મુલતાની માટી મિક્સ કરી તેનાં પર પાણી નાંખવામાં આવશે. જે લોકોને હાનિકારક નથી. આ ઉપરાંત એકબીજા પર માટી નાંખવાથી પણ કોઇ પ્રકારનું નુકસાન થતું નથી. મડ ફેસ્ટમાં આવતાં સુરતીઓ આ કૂંડમાં એકબીજા સાથે ધૂળેટીની મજા માણી શકશે. આ મડ ફેસ્ટ દેશમાં એકમાત્ર સુરતમાં જ યોજાઇ રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, કૂત્રિમ કૂંડમાં માટી વડે ધૂળેટી રમ્યાં બાદ રેઇન ડાન્સનું પણ આયોજન કરાયું છે. જેમાં લોકો નાચી શકશે. આ સાથે એન્ડવેન્ચર ઝોનમાં વિવિધ ગેમ રમાડવામાં આવશે. સુરતીઓ લાઇવ ડિજે સાથે ફૂડ પણ માણી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવશે. આ મડ ફેસ્ટમાં તમામ લોકો ભાગ લઇ શકશે. વધુ માહિતી મેળવવા 635-66-22222 પર સંપર્ક કરવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp