વિઝ ખલીફા અને જેસન ડીરુલો ગોવામાં કરશે કોન્સર્ટ

07 Dec, 2017
03:31 AM
PC: timeout72.com

દુનિયાના સંગીત ક્ષેત્રના માંધાતાઓ ધીરે ધીરે ભારતમાં પોતાની કોન્સર્ટ માટે આવી રહ્યા છે. આ લોકોના લિસ્ટમાં હવે ભારતનો પણ સમાવેશ થાય છે. હાલમાં જ ઈન્ટરનેશનલ સિંગર જસ્ટીન બીબર અને એડ શીરીનની કોન્સર્ટ બોમ્બેમાં યોજાઈ હતી, જેમાં સામાન્ય માણસોથી લઈને બોલિવૂડની સેલિબ્રિટીઓએ પણ તેમની કોન્સર્ટમાં ભાગ લીધો હતો.

તેવી જ રીતે અમેરિકાના સંગીતના રોકસ્ટાર એવા વીઝ ખલીફા વર્ષના અંતમાં ગોવામાં પોતાની કોન્સર્ટ કરવા માટે આવી રહ્યો છે. વિઝ ખલીફાની સાથે 'સી યુ અગેન'ના સ્ટાર જૈસન ડીરુલો પણ તેમની સાથે કોન્સર્ટમાં હશે. એવું પણ જાણવા મળ્યું છે કે બોલિવૂડના સિતારા સલમાન ખાન, પ્રિયંકા ચોપરા અને જેકલિન ફર્નાન્ડીઝ ડિસેમ્બરમાં ગોવામાં યોજાનારી મેગા ઈવેન્ટને હોસ્ટ કરશે. પ્રિયંકા અને જેક્લિન વિઝને પહેલેથી ઓળખે છે. અને તે બંને આ કોન્સર્ટની રાહ જોઈ રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન જૈસન માટે પોતાના પનવેલના ફાર્મહાઉસ પર પાર્ટીનું આયોજન કરવાનો છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.