દિવાળી ટાણે ઓટો સેક્ટરે પકડી સ્પીડ

PC: financialpostcom.files.wordpress.com

પેસેન્જર વ્હિકલનું સ્થાનીક વેચાણ ઓક્ટોબરમાં 1.55 ટકા વધ્યું. વ્હિકલ મેન્યુફેક્ચરીંગ કંપનીના સંગઠન સિયામ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર તેનાથી ગત ત્રણ મહિનાથી ચાલી રહેલ ઘટાડાની સિઝન કંઇક અંશે મંદ તો પડી છે. પરંતુ તહેવારી સિઝનના હિસાબથી માંગ જો જોવા જઇએ તો તેમાં ઘટાડો નોંધાયો છે. સિયામ અનુસાર ઓક્ટોબર 2018માં 2,84,224 પેસેન્જર વાહનોનું વેચાણ થયું. જ્યારે ગત વર્ષે સમાનગાળામાં આ વેચાણ 2,79,877 એકમોનું હતું.

વિભીન્ન સેગ્મેન્ટમાં વાહનોનું વેચાણ આ દરમિયાન 15.33 ટકાના વધારા સાથે 24,94,426 વાહનોનું રહ્યુ જે ઓક્ટોબર 2017માં 21,62,869 વાહનોની રહી હતી. સિયામના એમડી વિષ્ણુ માથુરના જણાવ્યા અનુસાર તહેવારી માંગની અસલ અસર આવનાર મહિને જોવા મળશે. કારણકે તહેવારી માંગ પર વિશેષ પણ જોવા મળે છે. અને આ વર્ષે તે નવેમ્બરમાં છે.

જોકે ઓક્ટોબરના અંત સુધીમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. અને તેમાં તહેવારી માંગ જોવો કોઇ ઉત્સાહ જોવા મળ્યો નથી. જોકે દિવાળી ટાણે પેસેન્જર વ્હિકલના વેચાણમાં ખાસ્સો એવો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને કંપનીઓ દ્વારા દિવાળીને લઇને જે સ્ટોક ભેગો કરતા જોવા મળ્યા હતા. તેના વેચાણમાં ખાસ્સો સુધારો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp