આયુર્વેદિક દવાઓનો વધતો વ્યાપ, ગુજરાત અગ્રણી રાજ્ય

PC: chaneymed.com

આયુર્વેદિક ચિકિત્સાના વધતા વ્યાપ વચ્ચે આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન વધ્યું છે અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં વધ્યું છે તે આશ્ચર્યજનક છે. ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં નવા 164 યુનિટના લાઇસન્સ આપવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા 798 યુનિટ ધમધમે છે. ઉદ્યોગના મતે, બે વર્ષમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદન પ્લાન્ટ્સ માટે 800 કરોડથી વધારે મૂડીરોકાણ થયું છે.

ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ભારતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં મહત્તમ યોગદાન આપે છે અને આયુર્વેદિક દવાઓના ઉત્પાદનમાં પણ ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. આયુર્વેદ માટે જાગૃતિ વધી છે.

રાજ્યમાં નવા તમામ ઉત્પાદન લાયસન્સ માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP) સ્ટાન્ડર્ડ ફરજિયાત છે. છેલ્લાં બે વર્ષમાં જ રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા 164 યુનિટોને લાયસન્સ આપવામાં આવ્યા છે, જેમાંથી 78 યુનિટો પોતે ઉત્પાદન કરીને પ્રોડક્ટ્સ બજારમાં મૂકે છે જ્યારે 86 લોન લાયસન્સ યુનિટો છે એટલે કે તેઓ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે.

આયુર્વેદિક દવાઓ માટે શિડ્યુલ-ટી ફરજિયાત છે અને દરેક યુનિટમાં લઘુત્તમ 1,100 વારનું બાંધકામ જરૂરી છે. રાજ્યની મોટી ફાર્મા કંપનીઓ પણ આયુર્વેદિક ડિવિઝન ઊભા કરી રહી છે અને બજારમાં પ્રોડક્ટ્સ મૂકી રહી છે. ડો. કોશિયાએ જણાવ્યું હતું કે આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે લાયસન્સ આવશ્યક છે પરંતુ વેચાણ માટે લાયસન્સની આવશ્યકતા નથી અને ગુજરાતમાં બનેલી પ્રોડક્ટ્સ કોઈપણ સ્થળે વેચી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp