ગુજરાત ગેસે CNG, PNGના ભાવમાં ફરી વધારો કર્યો

PC: gujaratgas.com

ગુજરાતની પ્રજા હજુ પેટ્રોલ, ડીઝલના ભાવ વધારામાંથી બહાર નથી આવ્યા ત્યાં જ ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરી ગુજરાતની પ્રજા પર વધુ એક બોજ નાખવામાં આવ્યો છે. ગુજરાત ગેસે આજે CNGમાં પ્રતિ કિલો 2 રૂપિયા અને 60 પૈસા અને PNG 3 રૂપિયા અને 91 પૈસાનો ભાવવધારો કરી દીધો છે. આ ભાવ વધારાથી ગુજરાત ગેસ અને અદાણી ગેસના ભાવ CNG પૂરતા સરખા થઇ ગયા છે.

ગુજરાત ગેસના CNGના નવા ભાવ પ્રતિ કિલો 79.56થી વધીને 82.16 રૂપિયા જેટલો થયો છે અને PNGમાં 3 રૂપિયા અને 91 પૈસાનો ભાવ વધારા સાથે 44.14થી વધી 48.50 પૈસા થઇ ગયા છે. અત્યાર સુધી CNG વાહન ચાલકો ગુજરાત ગેસ સસ્તો હોવાને લીધે CNG પૂરાવવાનું પસંદ કરતા હતા પરંતુ હવે બન્ને કંપનીના ભાવ એક સમાન થઇ ગયા હોવાથી વાહન ચાલકોને કોઈ લાભ મળશે નહીં.

અહીં નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી સતત વધી રહી છે તેવામાં ગુજરાત ગેસ દ્વારા CNG અને PNG ગેસમાં ભાવ વધારતા ફરી એક વખત મોંઘવારીનો ગ્રાફ ઉપર જશે અને લોકોને આ ભાવ વધારાનો માર સહન કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp