મોરબીમાં કોલસાની ખપત 95% ઘટી, કોલસાનું પ્રદૂષણ બંદરને ભરખી ગયું

PC: khabarchhe.com

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ પ્રતિબંધ મૂકવા અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રદુષણ ઓકતો આ ઉદ્યોગ હવે પોતે આફતમાં આવી પડ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં દર મહિને રૂ.400થી 450 કરોડનો કોલસો વાપરતો હતો તે હવે 5 ટકા વપરાશ થઈ ગયો છે.

નવલખી બંદરથી દરરોજ 800 થી 950 ટ્રક કોલસો આવે છે. તે ઘટીને હવે રોજનો 40થી 50 ટ્રક થઈ ગયો છે. સીરામીક ઉદ્યોગ ભાંગી રહ્યો હોવાનું તેના પરથી જોઈ શકાય છે. તેની સાથે કોલસાની ખાણો અને નવલખી બંદર તથા બીજે મળીને કોલસાના કારણે કામ કરતાં 6 હજારથી 7 હજાર મજૂરોની મજૂરી બંધ થઈ ગઈ છે. અસર થઈ રહી છે. 5 ટકા એકમો એવા છે કે જે પ્રદૂષણ નિયંત્રણ માટે પગલાં લેતા નથી. તેની સામે 95 ટકા એકમો ધુમાડો શોષીલે એવા સાધનો વાપરતા હતા. હવે તેમના કારખાના પણ બંધ થઈ ગયા છે.

7.5 મિલિયન ટન કોલસો આયાત

નવલખી બંદર પરથી 2018માં 7.5 મિલિયન ટન કોલસો આયાત કરાયો હતો. તેનાથી બંદરને રૂ.30 કરોડનો નફો થયો હતો. જે હવે ખોટમાં બદલાશે. વર્ષે 18 ટકાના દરે બંદર પર કોલસાની આયાત વધી રહી હતી. બંદર પર જ કોલસાની ગુણવત્તા તુરંત તપાસી શકાય છે. કોલસો આયાત થતાં 3 વે બ્રિજ છે. 183 વ્હેસલ આવે છે જેમાં 150 વિદેશના માલવાહક જહાજ હોય છે.

મોરબી જિલ્લાનું એકમાત્ર બંદર નવલખી મોરબી જિલ્લા મથકથી 45 કિ.મી.ના અંતરે આવેલું છે. મધ્યમ કક્ષાનું બારમાસી બંદર છે. ફ્લોરોસ્પાર, કોલસો, સિમેન્ટની આયાત અને મીઠાની આયાત અને નિર્યાત થાય છે. જિલ્લાના મહત્વના ઉધ્યોગોમાં એન્જીનેયરીંગ, સિરામીક, ધડીયાલ, પ્લાસ્ટીક, સ્ક્રીન પ્રિન્ટીગ અને ખાધતેલ મુખ્યત્વે છે. મોરબી સિરામીક, નળીયા અને ધડીયાલ ઉધ્યોગ માટે દેશભરમાં નામના ધરાવે છે.

કોલસાનો કાળો કારોબાર

ગુજરાત મેરિટાઇમ બોર્ડના મોરબી જિલ્લાના બારમાસી નવલખી બંદરે કોલસાના કાળા કારોબારે પર્યાવરણનો વિનાશ વેર્યો છે. અગાઉ પર્યાવરણના નિકંદન મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સખત કામ લીધા બાદ ફરી એક વખત પ્રદુષણ ફેલાવે છે. એનજીટીના માર્ગદર્શક નિયમો કાગળ ઉપર રાખી પ્રદુષણ બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

પ્રદુષણથી હિજરત

અહીં મોટી વસતી રહેતી હતી. કોલસાની આયાત વધતા માનવ વસ્તી માટે ખતરો ઉભો થતા અહીંના મૂળ નિવાસીઓ સ્થળાંતરિત થઈ ગયા છે. નવલખી બંદર આસપાસ ખેતીવાડી ધરાવતા ખેડૂતોની જમીનને પણ કોલસાએ પ્રદુષિત કરી છે અને કોલસાના ઢગમાંથી ઊડતી રજકણને કારણે કૃષિ પાક અને માનવ જિંગદી ખતમ થઈ રહી છે. તેથી 2013-14માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે એક મહિનો બંદરને બંધ કરાવી દીધું હતું. તે માટે નિયમો પળવાની ખાતરી આપતાં ફરી બંદર ચાલુ થયું હતું. પણ ફરી તેનાથી વધું પ્રદુષણ ફેલાવા લાગ્યું હતું. એમ.એસ.યુનિવર્સીટી દ્વારા બંદરની તપાસ કરવા ટ્રીબ્યુનલે કહ્યું હતું.

કોલસાના ઉતાર ચડાવ માટેના ચોક્કસ નિયમો ઘડી કઢાયા છે, પરંતુ અહીં કામ કરતી ખાનગી કંપનીઓ પ્રદુષણ ફેલાવી રહ્યા છે. કોલકાર્ગોની ઉંચાઈ 5-મીટરથી વધુ ન રાખવાનો નિયમ હોવા છતાં 15 થી 20 મીટર સુધી ઉંચા ઢગલા કરવામાં આવે છે. બંદર બહાર જતાં તમામ ટ્રકને પાણીથી ધોવાનો નિયમ હોવા છતાં ટ્રકને ધોવામાં આવતાં નથી. કોલસાના ટ્રક પર ઢાંકેલું હોવું જોઈએ તે હોતું નથી.

કોલસા પર સતત પાણી છાંટવાનો નિયમ છે. જે થતું ન હોવાથી આગ લાગી શકે છે. રજકણ ફેલાય છે. દરિયામાં પ્રદુષણ વધારવાનું કામ નવલખી બંદર કરે છે. વૃક્ષો ઉગાડના માટે કરોડો રૂિપાયાનું ખર્ચ મેરિટાઈમ બોર્ડ બતાવી રહ્યું છે. પણ અહીં ક્યાય લીલા વૃક્ષો નથી. ગુજરાત સરકારના મેરિટાઈમ બોર્ડ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અહીં કોલસાની દલાદી લેતા હોવાથી તેઓ કંઈ કરતાં નથી. હવે તો કોલસો જ આવતો બંધ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp