ELI યોજનામાં જોડાવા એમ્પ્લોયર્સ માટેની તારીખ લંબાવાઈ, જાણો શું છે યોજના
ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરાયેલ એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાનો મહત્તમ સંખ્યામાં એમ્પ્લોયરો અને કર્મચારીઓ લાભ લે તે સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે નોકરીદાતાઓને તેમાં જોડાવા માટે 15મી ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં કર્મચારીઓના UANને સક્રિય કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ પહેલ કર્મચારીઓ અને એમ્પ્લોયરોને EPFOની ડિજિટલ સેવાઓને સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ છે, જેમાં ઑનલાઇન PF એકાઉન્ટ મેનેજમેન્ટ, ક્લેમ સબમિશન, રીઅલ-ટાઇમ ટ્રેકિંગ અને વ્યક્તિગત વિગતો અપડેટ્સનો સમાવેશ થાય છે.
સરકારે જણાવ્યું હતું કે, UAN એક્ટિવેશન પ્રક્રિયામાં EPFO મેમ્બર પોર્ટલ પર આધાર સાથે જોડાયેલ UAN, આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો સમાવેશ થાય છે. સક્રિયકરણ પ્રક્રિયા આધાર-આધારિત OTP (વન-ટાઇમ પાસવર્ડ)નો ઉપયોગ કરીને પૂર્ણ કરી શકાય છે. નોકરીદાતાઓએ ખાતરી કરવી જોઈએ કે તેમના કર્મચારીઓ નીચે આપેલા પગલાંને અનુસરીને UAN સક્રિય કરે છે:
- EPFO મેમ્બર પોર્ટલ પર જાઓ.
- મહત્વપૂર્ણ લિંક્સ હેઠળ UAN સક્રિય કરો લિંક પર ક્લિક કરો.
- UAN, આધાર નંબર, નામ, જન્મ તારીખ અને આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો.
- કર્મચારીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે EPFOની ડિજિટલ સેવાઓની સંપૂર્ણ શ્રેણીને ઍક્સેસ કરવા માટે તેમનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલ છે.
- આધાર OTP વેરિફિકેશન માટે સંમત થાઓ.
- તમારા આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર OTP મેળવવા માટે Get Authorization PIN પર ક્લિક કરો.
- સક્રિયકરણ પૂર્ણ કરવા માટે OTP દાખલ કરો
- સફળ સક્રિય થવા પર તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પાસવર્ડ મોકલવામાં આવશે.
આ પ્રક્રિયામાં મદદ કરવા માટે, EPFO પ્રાદેશિક કાર્યાલય નરોડા તેના અધિકારક્ષેત્રમાં વિવિધ સંસ્થાઓમાં સક્રિયકરણ શિબિરોનું આયોજન કરી રહ્યું છે. આ શિબિરોમાં નોકરીદાતાઓને ELI યોજના હેઠળ લાભોની સીમલેસ ડિલિવરી સક્ષમ કરવા માટે સમયસર સક્રિયતા સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સહાયતા માટે, કર્મચારીઓ અને નોકરીદાતાઓ EPFO કેમ્પમાં હાજરી આપી શકે છે અથવા સભ્ય પોર્ટલની મુલાકાત લઈ શકે છે.
EPFO પ્રાદેશિક કાર્યાલય નરોડા તમામ નોકરીદાતાઓ અને કર્મચારીઓને વિનંતી કરે છે કે ELI યોજના હેઠળ લાભોની સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા 15મી ડિસેમ્બર 2024 પહેલાં ઉપરોક્ત UAN સક્રિયકરણ પ્રક્રિયા પૂર્ણ કરી લે.
વધુ વિગતો માટે, કૃપા કરીને EPFO સભ્ય પોર્ટલની મુલાકાત લો અથવા EPFO પ્રાદેશિક કાર્યાલય નરોડાનો સંપર્ક કરો.
રોજગારીનાં સર્જનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરવામાં આવેલી એમ્પ્લોયમેન્ટ-લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ઇએલઆઇ) યોજનાને ઝડપથી અમલમાં મૂકવાની સૂચના આપી હતી. આ વાત ડો.માંડવિયાએ ઈએલઆઈ સ્કીમ અને તેના અમલીકરણ પ્લાનની સમીક્ષા કરતા જણાવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે તથા મંત્રાલય અને ઇપીએફઓનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ડૉ. માંડવિયાએ એ સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત વ્યવસ્થાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો કે, ઇએલઆઇ યોજનાનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચે. તેમણે ઉમેર્યું હતું કે, "એ જરૂરી છે કે આપણા પ્રયાસો એક સ્થાયી અને સર્વસમાવેશક રોજગાર પ્રણાલી ઊભી કરવા તરફ વાળવામાં આવે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, "ઇએલઆઇ યોજના રોજગારીના સર્જનને સરળ બનાવવા અને નોકરીદાતાઓ અને કર્મચારીઓને પ્રોત્સાહનો પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે."
ઇએલઆઇ સ્કીમનું લક્ષ્ય 2 વર્ષના ગાળામાં દેશમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું છે. આ રોજગારીની તકો વધારવા અને આજીવિકા વધારવામાં નોંધપાત્ર પ્રદાન કરશે.
કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે, તેઓ લોકોને, ખાસ કરીને ઇચ્છિત લાભાર્થીઓને, ઈએલઆઈ યોજનાનાં લાભો વિશે જાગૃત કરવા વિસ્તૃત પહોંચ અને જાગૃતિ અભિયાન હાથ ધરે.
કેન્દ્રીય બજેટ 2024-25માં 'રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહન' માટેની ત્રણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી, જે 5 વર્ષનાં ગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગારી, કૌશલ્ય અને અન્ય તકોની સુવિધા પ્રદાન કરવા માટે 5 યોજનાઓ અને પહેલોનાં પ્રધાનમંત્રીનાં પેકેજનાં ભાગરૂપે હતી, જેમાં રૂ. 2 લાખ કરોડનો કેન્દ્રીય ખર્ચ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp