ગુજરાત સહિત 5 રાજ્યોમાં વીજળી મોંઘી થશે

PC: qz.com

ગુજરાત સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો પ્રમાણે આગામી 30 વર્ષમાં રાજ્યમાં ટાટા, અદાણી અને એસ્સારના પાવર પ્લાન્ટ્સને રૂ. 1.29 અબજની સંયુક્ત રાહત આપી શકે છે. જો ભલામણો લાગુ કરવામાં આવે, તો ગ્રાહકોને ઉંચા પાવર ટેરિફનો ભોગ બનવું પડશે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ આર કે અગ્રવાલ, ભૂતપૂર્વ RBIના ડેપ્યુટી ગવર્નર એસ એસ મુન્દ્રા અને ભૂતપૂર્વ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સીઇઆરસી) ના અધ્યક્ષ પ્રમોદ દેવની બનેલી ત્રણ સભ્યોની સમિતિની સ્થાપના 3 જુલાઇ, 2018 ના રોજ આ કંપનીઓનું નિરાકરણ શોધવા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

ત્રણેય કંપનીઓના આ પ્રોજેક્ટ કોલસાના કારણે આર્થિક મુશ્કેલીમાં હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સમિતિએ આ મહિનાની શરૂઆતમાં તેની ભલામણો સુપરત કરી હતી અને જો ભલામણો અમલમાં આવશે તો ત્રણ પાવર પ્લાન્ટ્સને આગામી 30 વર્ષમાં 1.29 ટ્રિલિયનનો સંયુક્ત લાભ મળશે.

‘આ પ્લાન્ટ્સને લીધે બેન્કરો 180 અબજ ડોલરના નુકશાનનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત, પાંચ રાજ્યોમાં ઊંચા પાવર ટેરિફનો ભોગ બનેલા ગ્રાહકોને આ પ્લાન્ટ્સ સાથેના વીજળી ખરીદ કરારનો સામનો કરવો પડશે. ટાટા પાવરનો 4,000 મેગાવોટનો કોસ્ટલ ગુજરાત પાવર, મુન્દ્રામાં 4,620 મેગાવોટનો અદાણી અને 1,200 મેગાવોટનો સલાયામાં એસ્સાર પાવરનો પ્રોજેક્ટ છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આ પ્લાન્ટ ગ્રાહકોના હિતમાં કોલસાના ખર્ચમાં વધારો કરી શકશે નહીં. ઇન્ડોનેશિયામાં નિયમનમાં ફેરફારને કારણે કોલસાના ખર્ચમાં વધારો થયો હતો. જો ભલામણો અપનાવવામાં આવે, તો તે ગ્રાહકોને નુકશાન કરશે. વિકાસકર્તાઓને 1.29 ટ્રિલિયનનો લાભ ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનમાં ગ્રાહકોને બોજ આપશે.’ એકલા ગુજરાતમાં, ગ્રાહકોને રૂ. 900 બિલિયનનો બોજો સહન કરવો પડશે. પાંચ રાજ્ય સરકારો દ્વારા સંબંધિત રાજ્યોમાં ડિસકોમને આ રાહતો આપવાનો આદેશ કરવામાં આવશે તો ગ્રાહકોને સીધું નુકશાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp