NBFCને લિક્વિડિટી વધારવા પર સંમત થઇ શકે છે RBI અને કેન્દ્ર સરકાર

PC: india.com

કેન્દ્ર સરકાર અને RBI વચ્ચે ભલેજ આ દિવસોમાં ઘણા મુદ્દા પર મતભેદ ચાલી રહ્યા હોય. પરંતુ નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓની લિક્વીડીટીના મુદ્દે સહમતી બની શકે છે. ડીબીએસ બેંકે પોતાના એક નિવેદનમાં જણાવ્યુ છે કે એનબીએફસી માટે લિક્વીડીટી વધવા પર સહમતી બની શકે છે .જોકે સરકારી બેંક મિડીયા અને સ્મોલ એન્ટરપ્રાઇઝીઝની ફંડિગ માટે સારૂ માધ્યમ નહિ હોય.

લિકવીડીટીને લઇને સરકારની ચિંતાજ સેન્ટ્રલ બેંકની સાથે થયેલા તેમના મતભેદોનું મુખ્ય કારણ છે. RBIએ કેન્દ્ર સરકાર તરફથી લિક્વીડીટીને વધારવાની માંગને ફગાવી છે. અને તેણે અપ્રત્યક્ષ રૂપથી એનબીએફસીને બેંક અને મની માર્કેટ દ્વારા લિક્વીડીટી સપોર્ટ આપવાની વાત કરી છે. RBIના એક સૂત્રના જણાવ્યા અનુસાર એનબીએફસી માટે કમર્શયલ પેપર્સનું રોલઓવર હોવું લિક્વીડીટી વધારવાનો સંકેત છે.

બીજી તરફ સરકારે RBI પાસેથી તેના રિઝર્વને પણ લિક્વીડીટી વધારવા માટે જાહેર કરવાની માંગ છે. ડીબીએસ બેંકની ઇકોનોમીસ્ટ રાધિકા રાવના જણાવ્યા અનુસાર સરકાર અને RBI એનબીએફસી ને સપોર્ટ કરવા માટે એક મત પર પહોંચી ગયા છે. આ મુદ્દે બંને વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp