26th January selfie contest

ભારતમાં પ્રવેશવા IKEAનું સ્થાનીકરણ પર જોર

PC: mshcdn.com

સ્વિડીશ હોમ ફર્નીંશીંગ કંપની આઇકીયા ભારતમાં પોતાના બિઝનેસને લઇને ઘણી સાવધાની વર્તી રહી છે. કંપની નથી ઇચ્છતી કે તેનાથી કોઇ ભૂલ થાય જે તેણે ચીનમાં કરી હતી. આ માટે વર્તમાનમાં કંપનીનું મુખ્ય ફોકસ બે ચીજો સ્થાનીયકરણ(લોકલાઇઝેશન) અને પ્રતિસ્પર્ધી મૂલ્યો(કોમ્પીટીટીવ પ્રાઇસ) પર છે. જણાવી દઇએ કે આઇકિઆએ ભારતમાં પોતાનો પહેલો સ્ટોર આજ વર્ષે ઓગસ્ટમાં હૈદરાબાદમાં ખોલ્યો હતો.

કંપની દ્વારા ઓફર કરવામાં આવી રહેલ 7500 પ્રોડક્ટના ભાવ અન્ય જગ્યાની તુલનામાં ભારતમાં વધુ અફોર્ડેબલ છે. આઇકિઆની ઇંડિયન વેબસાઇટ પર ફ્રીહેટેન કોર્નર સોફા બેડ વીથ સ્ટોરેજ 37500રૂપિયાની કિંમત પર લિસ્ટેડ છે. જ્યારે આજ પ્રોડક્ટની યુકેમાં કિંમત રૂ.43000 છે. આઇકિઆ સ્થાનીય લોકોના ટેસ્ટનો પણ પૂર્ણ ખ્યાલ રાખ્યો છે. જેવા અધિકાંશ ભારતીયો ક્યાંતો હાથથી જમે છે. કે પછી ચમચીનો પ્રયોગ કરે છે. ક્યારેક જ કાંટા વાળી ચમચીનો ઉપયોગ કરે છે.

આ માટે કંપનીએ બાળકોના પ્લાસ્ટિક કટલરી પૈકને હટાવી દીધો છે. અને તેના બદલે ફક્ત રૂ.15ના વિભીન્ન રંગોના ચાર ચમચી વેચવાનું શરૂ કર્યું. આઇકિઆ ઇન્ડિયાના સ્ટ્રેટર્જી પ્લાનર અમિતાભ પાંડેના જણાવ્યા અનુસાર અમે પોતાના ગ્લોબલ પોર્ટફોલિઓના હિસાબથી ઘણા ઉત્પાદનોને ભારતમાં ઓછી કિંમતે વેચી રહ્યા છે. અને ઓછા માર્જિને કામ કરી રહ્યા છે. પરંતુ અમે જાણીએ છીએ કે વોલ્યુમ તે માટે તૈયાર હશે.

કંપનીનું કહેવું છે કે તેને ભારતીય પરિવારોના જરૂરના હિસાબથી પ્રોડક્ટ્સના સ્થાનીકરણનો એહેસાસ થયો અને એમ પણ માર્કેટને જીતવા માટે ગ્રાહક જ મુખ્ય સ્ત્રોત છે. જે ભાવ માટે અનહદ સંવેદનશીલ છે. ભારતીય ગ્રાહક કોઇ પણ મલ્ટીનેશનલ પ્રોડક્ટને પ્રિમીયમ સ્વરૂપે જોવે છે. અમિતાભ પાંડેજે લગભગ 15 વર્ષો સુધી પેપ્સિકો સાથે કામ કરી ચૂક્યા છે. તેમના જણાવ્યા અનુસાર આઇકિઆએ પોતાનો હૈદરાબાદ સ્ટોર લોન્ચ કર્યાના 18 મહિના પહેલા દેશની લંબાઇ અને પહોળાઇની ગણતરીથી 1000 થી વધુ સ્થાનિક સર્વે કર્યા હતા.તેમણે જણાવ્યુ કે, લોકોને તેમના પ્રાકૃતિક પર્યાવરણમાં જોવા અને તેમની સાથે વાત કરવાથી વધુ સારૂ કંઇ પણ નથી. અમે જોયુ કે તેમણે કેવી રીતે જમવાનું બનાવ્યું કેવી રીતે સૂઇ ગયા કેવી રીતે બેઠા અને પછી અમે વિચાર્યુ કે અમે તેમના હાલના મેન્યુને તેમના અનુરૂપ બનાવવા માટે કેવી ટ્રીક કરી શકે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp