Reliance Communicationએ 94% કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા

PC: bgr.in

દેવામાં ડૂબેલી Reliance Communicationના કર્મચારીોની સંખ્યા આશરે 94 ટકા ઘટીને માત્ર 3400ની રહી ગઈ છે. એક સમયે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 52000 હતી. Reliance Communicationએ મુંબઈ શેર માર્કેટને બુધવારે આ સૂચના આપી હતી.

કંપનીએ કહ્યું હતું કે, Reliance Communicationમાં કર્મચારીઓની કુલ સંખ્યા મહત્તમ 52000થી ઘટીને 3400 પર આવી ગઈ છે. કર્મચારીઓની કુલ સંખ્યામાં 94 ટકાની કમી આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની 2008-10 દરમિયાન ટોચ પર હતી. કંપની પર હાલમાં 45000 કરોડ રૂપિયાનું દેવું છે.

કંપનીએ જાન્યુઆરીમાં પોતાની મોબાઈલ સેવા બંધ કરી દીધી હતી અને બિઝનેસ ટુ બિઝનેસ સ્તર પર ટેલિકોમ સેવાઓ આપે છે. કંપનીએ કહ્યું છે કે એરટેલ, આઈડિયા, વોડાફોન અને ક્ષેત્રમાં આવેલી નવી કંપની Reliance Jioની વચ્ચેની સ્પર્ધાને લીધે વાયરલેસ ક્ષેત્રમાં ઉથલ પાથલ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp