એરસેલ-મેક્સિસ મુદ્દો: NSEના ચેરમેન અશોક ચાવલાનું રાજીનામું

PC: financialexpress.com

નેશનલ સ્ટોક એક્સચેંજના ચેરમેન અશોક ચાવલાએ રાજીનામું આપ્યું છે. થોડા કલાક પહેલા જ કેન્દ્ર તરફથી સીબીઆઇને એરસેલ મેક્સિસ મુદ્દે ચાવલાના વિરોધમાં અભિયોજનની કાર્યવાહી શરૂ કરવાની પરવાનગી મળી હતી. જે બાદ તરત ચાવળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે એક્સચેંજે શુક્રવારે રાત્રે આ વિષે જાહેર કરતા કોઇ ખાસ મત આપ્યો નથી.

સેબીએ NSEના કો-લોકેશન સુવિધામાં કમીઓની તપાસ કરી રહ્યા છે. નિયામક તે અંગે પણ તપાસ કરી રહ્યા છે કે શું કેટલાક બેંકરોને એક્સચેંજ દ્વારા તેવી ઝડપી ફ્રિકવન્સી કારોબાર સુવિધામાં આ પ્રકારની અનુસૂચિત પહોંચ ઉપલબ્ધ કરાવવામાં આવી. એક્સચેંજે પોતાના એક નિવેદનમાં જણાવ્યુ કે, હાલના કાનૂની ઘટનાક્રમોને ધ્યાનમાં રાખતા ચાવળાએ નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા લિમીટેડના નિર્દેષક મંડળના લોકહિત નિર્દેષક-ચેરમેનની રીતે તત્કાલ પ્રભાવથી રાજીનામુ આપ્યું હતું.

પૂર્વ નાણાકીય સચિવ ચાવલા 28 માર્ચ, 2016એ NSEના ચેરમેન બન્યા હતા. તે નાગર વિમાન સચિવ અને સીસીઆઇના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ચાવલાએ ગત વર્ષે નવેમ્બરમાં યસ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. આ પહેલા સીબીઆઇએ દિલ્હીની એક અદાલતને જણાવ્યુ કે, કેન્દ્ર દ્વારા પાંચ લોકો વિરૂધ્ધમાં અભિયોજના અંગે મંજૂરી આપવામાં આવી છે. તેમાં હાલના અને પૂર્વ અધિકારીઓ છે. આ લોકો કોંગ્રેસનેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદંબરમ અને તેમના દિકરા કાર્તિથી સંબંધિત એરસેલ મેક્સિસ મુદ્દે આરોપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp