એન્ટી ડમ્પીંગ ડયુટીની લડાઇમાં નાયલોન સ્પીનર્સની જીત

PC: chemenergy.org

વિદેશમાંથી આયાત થતા નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી બાબતે વીવર્સ અને નાયલોન સ્પીનર્સ વચ્ચેની લડાઇમાં આખરે નાયલોન સ્પીનર્સની જીત થઇ છે. કેન્દ્ર સરકારના ડિરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (ડીજીટીઆર) દ્રારા ચીન, કોરીયા સહિતના દેશોમાંથી આયાત થતા નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાંખવામાં આવી છે. છેલ્લાં લાંબા સમયથી ચાલતી લડતમાં નાયલોન સ્પીનર્સનો હાથ ઉપર રહ્યો છે.

નાયલોન સ્પીનર્સ એસોસિએશનના રાકેશ ચૌધરીએ કહ્યું હતું કે અમે વિદેશથી આયાત થતા નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા બાબતે અરજી કરી હતી. જે બાબતે વીવર્સ અગ્રણી નેતાઓ ખોટી અફવા અને ભ્રમણા ફેલાવતા હતા. પણ અમે તમામ ડેટા અને લોજીક સાથે રજૂઆત કરી હતી. આખરે ડીજીટીઆરએ અમારી વાત સાંભળીને 4 માર્ચથી આયાતી નાયલોન યાર્ન પર 0.40 ડોલરથી 1.17 ડોલર કિ.ગ્રા દીઠ ડ્યુટી નાંખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp