સુરતનો ડાયમંડ ઉદ્યોગ રૂ. 300 કરોડના ઉઠમણાઓથી હચમચી ગયો

સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગમાં છેતરપિંડી અને ડિફોલ્ટ્સમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે રૂ. 300 કરોડનું નુકસાન થયું છે. ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલતી મંદી વેપારીઓને રોકડ વ્યવહારો તરફ ધકેલી રહી છે.
તાજેતરમાં, શિવ જેમ્સના રોહિત કાછડીયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ દલાલ કિરીટ ફ્રીડોલિયા, હવિયા જેમ્સના પંકજભાઈ ઉર્ફે પાસાભાઈ, પરસમણિ ના મુકેશ સોની (મૂળ મુંબઇના), ડી.એન.ડી. જ્વેલર્સના વિપુલ જેતાણી અને ગૌતમ શિવદાસ વાગ સામે નોંધાવવામાં આવી છે. આ છતરપિંડીની રકમ રૂ. 1.76 કરોડ છે.
સ્ત્રોતોના જણાવ્યા મુજબ, અગાઉ પણ 'એપેક્ષા જ્વેલર્સ' ના નામ હેઠળ આવી જ છેતરપિંડીના કિસ્સા નોંધાયા હતા. નવસારી અને મુંબઈમાં પણ આ જ ગેંગ સામે ફરિયાદો નોંધાઈ છે.
અંદાજ મુજબ, જુદી જુદી ગેંગ્સ રુ. 1 લાખથી 150 કરોડની છેતરપિંડીમાં સામેલ છે, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ રૂ. 300 કરોડનું નુકસાન થયું છે. લગભગ 200 વેપારીઓ ડિફોલ્ટ થઈ ગયા છે, જેના કારણે ઉદ્યોગની આર્થિક સ્થિરતા પર ગંભીર અસર થઈ છે. જોકે, આમા કેટલાક જેન્યુઇન વ્યાપારી પણ હોવાની શક્યતા છે જેમને મંદીનો માર પડ્યો હોય.
સુરત હીરા એસોસિયેશનને 24 સત્તાવાર ફરિયાદો મળી છે, જ્યારે પોલીસ દ્વારા 186 કેસો નોંધવામાં આવ્યા છે. અધિકારીઓ હવે આરોપીઓને શોધી કાઢવા અને ઉદ્યોગમાં વધુ નાણાકીય નુકસાન અટકાવવા માટે પ્રયત્નશીલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp