ચીનની બેંકોએ વધારી અનિલ અંબાણીની મુસીબત, 21 દિવસમાં આપવા પડશે આશરે 5500 કરોડ

PC: financialexpress.com

દેવાના જંજાળમાં ફસાયેલા રિલાયન્સ સમૂહના ચેરમેન અનિલ અંબાણીની મુસીબત વધી ગઈ છે. રિપોર્ટ અનુસાર, બ્રિટનની એક અદાલતે રિલાયન્સ સમૂહના ચેરમેન અનિલ અંબાણીને 21 દિવસની અંદર 71.7 કરોડ ડૉલર એટલે કે 5446 કરોડની ચૂકવણી કરવા માટે કહ્યું છે. આ રકમ ચીનની ત્રણ બેંકોને 21 દિવસની અંદર ચુકવવાની રહેશે.

શું છે મામલો?

આ મામલો ચીનની ત્રણ બેંક- ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના (ICBC)ની મુંબઈ શાખા, ચીન ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈના સાથે સંકળાયેલો છે. આ બેંકોએ લંડનની અદાલતમાં દાવો કર્યો હતો કે, અનિલ અંબાણીની પ્રાઈવેટ ગેરેંટીની શરત પર રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ને 2012માં 92.52 કરોડ ડૉલર (આશરે 65 હજાર કરોડ રૂપિયા)ની લોન આપી હતી. ત્યારે અનિલ અંબાણીએ આ લોનની પર્સનલ ગેરેંટી લેવાની વાત કહી હતી, પરંતુ ફેબ્રુઆરી 2017 બાદ કંપની લોન ચુકાવવામાં ડિફોલ્ટ થઈ ગઈ.

લંડનમાં ઈંગ્લેન્ડ અને વેલ્સના હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિજેલ ટિયરે કહ્યું કે, અનિલ અંબાણી જે વ્યક્તિગત ગેરેંટીને વિવાદિત માને છે, તે તેના પર બાધ્યકારી છે. ન્યાયમૂર્તિ ટિયરે આદેશમાં કહ્યું કે, એ જાહેરાત કરવામાં આવે છે કે, બચાવ પક્ષ (અંબાણી) પર ગેરેંટી બાધ્યકારી છે. એવામાં અંબાણીએ બેંકોને ગેરેંટીના રૂપમાં 716917687.51 ડૉલર ચુકવવા પડશે.

આ અંગે અનિલ અંબાણીના એક પ્રવક્તાએ કહ્યું, સ્પષ્ટ કરવામાં આવે છે કે, તે અનિલ અંબાણીનું વ્યક્તિગત દેવું નથી. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈનાએ આ દાવો કથિતરીતે એ ગેરેંટીના આધાર પર કર્યો છે, જેના પર અનિલ અંબાણીએ ક્યારેય હસ્તાક્ષર નહોતા કર્યા. સાથે જ અંબાણીએ સતત કહ્યું છે કે, તેમણે પોતાના તરફથી કોઈને આ ગેરેંટી આપવા માટે અધિકૃત નથી કર્યા.

ગત ફેબ્રુઆરી મહિનામાં લંડનની અદાલતે આ બેંકોના સમર્થનમાં શરતની સાથે આદેશ જાહેર કર્યો હતો. મામલાની સુનાવણી દરમિયાન લંડન કોર્ટમાં ન્યાયાધીશ ડેવિડ વોક્સમેને અનિલ અંબાણીને 10 કરોડ ડૉલર જમા કરાવવા માટે કહ્યું હતું. તેને માટે કોર્ટે અનિલ અંબાણીને 6 અઠવાડિયાની સમયસીમા આપી હતી. આ દરમિયાન અનિલ અંબાણીએ રોબર્ટ હોવેએ કોર્ટને જણાવ્યું હતું કે, 2012માં અંબાણીનું નિવેશ 7 અબજ ડૉલર કરતા વધુનું હતું. આજે તે 8.9 કરોડ ડૉલર રહી ગયું છે. જો તેમના દેવાને જોડવામાં આવે તો તે શૂન્ય પર આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp