26th January selfie contest

ન્યુ યર ઇવ પર પોતે જ ડીલિવરી કરવા નીકળ્યા ઝોમાટોના CEO દિપિંદર ગોયલ

PC: mobile.twitter.com/deepigoyal

હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી માટે નવા વર્ષની પૂર્વ સંધ્યા સૌથી વ્યસ્ત દિવસોમાંથી એક હોય છે. એવામાં વિચારો કે, કોઇ કંપનીનો CEO પોતે ગ્રાઉન્ડ વર્ક કરવા ઉતરી આવે તો શું થાય? આવું જ ફૂડ ડીલિવરી એપ ઝોમાટોના CEO દિપિંદર ગોયલ સાથે પણ થયું છે, જ્યારે તેમણે પોતે ઓર્ડર ડીલિવર કરવા માટે, પોતાની ઓફિસમાંથી બ્રેક લેવો પડ્યો હતો.

ગોયલે મોડી સાંજે એક ટ્વીટ કરી છે, ‘હાલ હું પોતે અમુક ડીલિવરી કરવા જઇ રહ્યો છું. હું લગભગ એક કલાક પછી પાછો આવીશ.’ તેની સાથે જ તેમણે પોતાનો ટ્વીટર બાયો પણ અપડેટ કર્યો છે. તેમણે લખ્યું કે, ઝોમાટો અને બ્લિન્કિટમાં એક ડીલિવરી બોય.

તેની થોડી મિનિટો બાદ જ તેમણે એક બીજી ટ્વીટ કરી. મારી પહેલી ડીલિવરી મને ઝોમાટો ઓફિસમાં પાછી લઇ આવી. તેમણે ટ્વીટમાં એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં તે સિગ્નેચર રેડ ઝોમાટો યૂનિફોર્મ પહેરીને અને હાથમાં ફૂડના બોક્સ લઇને નજરે પડી રહ્યા છે.

ઝોમાટોના ફાઉન્ડર અને CEOએ આ પહેલા ગુરુગ્રામમાં ઝોમાટોની હેડ ઓફિસની પણ ઝલક બતાવી હતી, જ્યાં કેટલીક ટીમો નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ઓર્ડરની વધી રહેલી સંખ્યાનો નિપટારો કરવા માટે કામે લાગી છે.

ઝોમાટોએ ગયા વર્ષે 31મી ડિસેમ્બરના રોજ 20 લાખથી પણ વધારે ઓર્ડર ડીલિવર કર્યા હતા. આ નવા વર્ષે તેમણે પ્રતિ મિનિટ ઓર્ડરનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ઝોમાટોના ગ્રોસરી ડીલિવરી બિઝનેસ બ્લિન્કિટમાં ઓર્ડરમાં ઉછાળો જોવા મળ્યો છે. બ્લિન્કિટના CEO અને કો-ફાઉન્ડર અલબિંદર ઢીંડસાએ ખુલાસો કર્યો કે, બેંગલુરુમાં એક ગ્રાહકે લગભગ 29000 રૂપિયાનો ઓર્ડર આપ્યો હતો, જે આજ રાતનો એપ પર સૌથી મોટો ઓર્ડર હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp