ભાવનગર-પીપળીનાં રસ્તાને ફોરલેન કરવા 739 કરોડનો ખર્ચ કરાશે 

17 Sep, 2017
10:31 PM
PC: kaushikoutdoors.com

ગુજરાત રાજયના સર્વાગી વિકાસ માટે માળખાકીય વિકાસનું મહત્વ સમજીને રોડ રસ્તાનું નિર્માણ થાય તે માટે કેન્દ્ર સરકાર સતત પગલાં લઇ રહી છે.

ભાવનગરની રોડ કનેકટીવીટી વધુ મજબુત બને તે માટે ભાવનગર-પીપળી માર્ગને 4 માર્ગીય નેશનલ હાઇવે તરીકે વિકસાવવા, નેશનલ હાઇવે ઓથોરીટીએ આ માર્ગને પોતાના હસ્તક લઇને વિકાસ કરવાનું નકકી કરેલ છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા 739 કરોડના ખર્ચે આ માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવેલું છે. આ ટેન્ડર આખરી થતા રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે.

આ અંગે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને નેશનલ હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે ‘‘આ માર્ગના નિર્માણથી ભાવનગરના વિકાસની નવી તકો ઉભી થશે. પરિવહન ઝડપી અને સુગમ બનશે તથા નવા મૂડી રોકાણની તકો ઊભી થશે તથા ધોલેરા સરને જોડતો મહત્વનો માર્ગ બની રહેશે. આ કામ ટેન્ડરની સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ સતત નિરીક્ષણ કરી રહયો છું.’’

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.