26th January selfie contest

ભાજપે રાજ્યભરમાં ફ્રી વાયફાયનું વચન આપ્યું હતું, શું તમને મળ્યું?

PC: forbesindia.com

2012થી રાજ્ય સરકારે ગુજરાતને વાઇફાઇ બનાવવાની યોજના બનાવી પણ પ્રસિદ્ધિ મેળવવા સિવાય યોજના પ્રત્યે ધ્યાન આપ્યું નથી. યોજનાના સર્વે રીપોર્ટ ખરાબ આવી રહ્યાં છે. એજન્સીઓ માલામાલ થઈ ગઈ છે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ ક્યો હતો. ભાજપના મેનિફેસ્ટો પ્રમાણે 2017ના અંત સુધીમાં સમગ્ર ગુજરાત વાઇફાઇ બનવું જોઇએ પરંતુ હજી અડધા ભાગનું ગુજરાત વાઇફાઇ થવાનું બાકી છે. ભાજપના 2017ના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારે પાછલા પાંચ વર્ષમાં ગુજરાતને વાઇફાઇ ઝોન બનાવી દીધું છે. મત લીધા હતા. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે.

જ્યાં વાઇફાઇ ચાલું છે ત્યાં લોકોને લોકોને ફોર-જીના સ્થાને ટુ-જી મળે છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ખેડબ્રહ્મામાં શરૂ કરેલા વાઇફાઇ પ્રોજેક્ટનો અત્યારે અંત આવી ગયો છે.  સરકારે રહી રહીને વાયફાઈની માહિતી મંગાવી છે. હાલ ગુજરાતની જનતા તેમના મોબાઇલમાંથી નેટ યુઝ કરે છે, જ્યારે સરકારે નક્કી કરેલો પ્રોજેક્ટ હજી અધુરો છે. લોકોને સરકારી નેટ મળતું નથી. સર્વેક્ષણ રિપોર્ટ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પાટનગર ઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નેટ કનેક્ટિવિટ માટે હોટસ્પોટ ખરીદવાનું નક્કી કર્યું હતું પરંતુ હજી મોટાભાગના જિલ્લામાં સરકારી નેટ કનેક્ટિવિટી બાકી છે.

સરકારે ગાંધીનગરને વાઇફાઇ ઝોન બનાવ્યો છે, પાટનગરના ઘણાં વિસ્તારો વાઇફાઇ સુવિધાથી બાકાત છે. આ કામની એજન્સીઓ સરકારના રૂપિયા લઇને પણ પુરતી સેવાઓ આપી શકી નથી. સચિવાલયના વાઇફાઇ ઝોનનો ઉપયોગ માત્ર કર્મચારીઓ અને અધિકારીઓ જ કરી શકે છે, સામાન્ય મુલાકાતીઓ પાસે પાસવર્ડ હોતા નથી.

ડિજીટલ ગુજરાતમાં જીસ્વાન નેટવર્કના ઠેકાણા નથી. જિલ્લા કક્ષાએ હાલ 34 એમબીપીએસની બેન્ડવિથ છે તે વધારીને 500 એમબીપીએસ કરવાનો તેમજ તાલુકા કક્ષાની હાલની 10 એમબીપીએસને વધારીને 200 એમબીપીએસ કરવાનો પ્લાન શરૂ કર્યો છે તેમ છતાં રાજ્યની 80 ટકા જનતા સરકારી વાઇફાઇ સુવિધાથી વંચિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp