રૂપિયા કમાવવામાં દુશ્મની ના હોય--- વિજયભાઇ તો મમતા દીદીને પણ વીજળી વેચે છે

PC: ndtv.com

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે બારમો ચંદ્રમા છે છતાં ગુજરાત સરકાર મમતા બેનરજીના રાજ્યમાં વધારાની વીજળી વેચે છે. એટલું જ નહીં ગુજરાત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને પણ વીજળી વેચે છે.

ગુજરાત સરકારના ઉર્જા વિભાગે છેલ્લા બે વર્ષમાં દેશના 10 રાજ્યોને વીજળીનું વેચાણ કર્યું છે. ગુજરાતમાં સરપ્લસ વીજળી હોવાના દાવા વચ્ચે રાજ્ય સરકારે દેશના વિવિધ રાજ્યોમાં વીજ વેચાણના કરાર કર્યા છે અને તે પ્રમાણેની વીજળી વેચી છે. સૌથી વધુ 9.54 મિલિયન યુનિટ વીજળી ઉત્તરપ્રદેશે ગુજરાત પાસેથી ખરીદી છે.

 ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં કૃષિ ક્ષેત્ર સહિતની તમામ વીજ માંગ પૂર્ણ કર્યા બાદ વધારાની વીજળી દેશમાં જરૂરિયાતવાળા રાજ્યોને વેચવામાં આવી છે. ગુજરાત વીજળીનું વિપુલ ઉત્પાદન કરનારૂં રાજ્ય છે. વીજળીનો સંગ્રહ શકય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માંગને આધિન હોય છે.

ઉર્જા વિભાગે કહ્યું હતું કે વરસાદની મોસમ હોયતહેવારો કે રજાના દિવસોમાં ઊદ્યોગો-કારખાનાઓ બંધ હોય કે તાપમાનની વધઘટ હોય અથવા વિન્ડ એનર્જીસોલાર એનર્જીની વ્યાપક ઉપલબ્ધિ હોય તેવા સંજોગોમાં માંગ-પુરવઠામાં બદલાવ આવતો રહે છે. જ્યારે વીજ માંગ ઓછી હોય ત્યારે વીજ ઉત્પાદનની શ્રેષ્ઠત્તમ ઉપયોગિતા માટે અને પ્લાન્ટ બિનઉપયોગી ન રહે તેવા હેતુસર અન્ય રાજ્યોને વીજળી વેચવામાં આવે છે.

 ઊર્જા વિભાગે જે રાજ્યોને ગુજરાતે 2019ના વર્ષમાં વીજળી વેચી છે તેની વિગતો આપતાં કહ્યું હતું કે આંધ્રપ્રદેશને 5.40 મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ 4.44 રૂપિયાના દરેછત્તીસગઢને 0.50 મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ 4.40 રૂપિયાના દરેતામિલનાડુને 1.60 મિલીયન યુનિટ વીજળી 5.13 પ્રતિ યુનિટના દરેઉત્તરપ્રદેશને 9.54 મિલીયન યુનિટ વીજળી 4.07 પ્રતિ યુનિટના દરે તેમજ મહારાષ્ટ્રને 0.50 મિલીયન યુનિટ 4.00 રૂપિયાના પ્રતિ યુનિટ દરે વેચવામાં આવી છે.

 એ ઉપરાંત પશ્ચિમ બંગાળને 8.55 મિલીયન યુનિટ વીજળી દર યુનિટે 3.79ના ભાવેબિહારને 7.13 મિલીયન યુનિટ વીજળી 4.71 પ્રતિ યુનિટના ભાવેઝારખંડને 3.30 મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ 3.91ના ભાવેઓરિસ્સાને 6.05 મિલીયન યુનિટ વીજળી યુનિટ દિઠ 4.51ના ભાવે અને મણીપુરને 0.04 મિલીયન યુનિટ વીજળી 5.00 રૂપિયે પ્રતિ યુનિટના ભાવે વેચવામાં આવી છેજ્યારે ઇન્ડીયન એનર્જી એકસચેન્જને 138.21 મિલીયન યુનિટ વીજળી 4.11 રૂપિયે પ્રતિ યુનિટના ભાવે ગુજરાતે વેચી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp